કેરટ ‌- કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040

ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેરેટ – કેબેજ સ્ટુફ્ડ પરાઠામાં રહેલા કેરટ વિશે જોઇએ તો કેરટ એક મૂળ શાક્ભાજી છે. તેને એક સમ્પૂર્ણ હેલ્ધી ખોરાક માનવામાં આવે છે.
* તેમાં કેરોટિનોઇડ્સ અને વિટમિન એ હોવાથી આંખનું સ્વાસ્થ્ય જાળવી રાખેછે. રાત્રે અંધત્વ અને વય સંબંધિત સ્નાયુઓની નબળાઇ અટકાવાવામાં મદદ રુપ થાય છે.
* વજન ઘટાડવા માટે ગાજરનો રસ શ્રેષ્ઠ છે. તેનાથી કેલેરી ઓછી થાય છે.
* ગાજર માં રહેલું ફાલ્કારિનોલ નામનુ પોલી-એસીટીલીન એંટીઓક્સીડેંટ રહેલું હોય છે. જે કેંસરગ્રસ્ત કોષોને નાશ કરવામાં મદદ કરે છે. તેમાં એંટી-કાર્સિનોજેનિક નામનો ગુણધર્મ ર્હેલો છે જેનાથી કેંસરગ્રસ્ત કોષોના વિકાસ ને રોકવા માં મદદ કરે છે. તે કોલોન, પ્રોસ્ટેટ, સ્તન વગેરેના કેંસરનું જોખમ ઘટાડે છે.તો સાથે રહેલું કેબેજ .....
*કેબેજ ઓછી કેલેરીવાળુ શાક ભાજી છે. તે વિટમિન, ખનિજ અને એંટીઓક્સિડેંટસથી ભરપૂર છે. જે બળતરા ઘટડવામાં મદદરુપ થાય છે.
* કેબેજ ફાઇબરથી ભરપૂર છે. તે ડાયજેસ્ટીવ સિસ્ટમ રેગ્યુલર રાખે છે. બ્લડપ્રેશર કેંટ્રોલ કરે છે, કોલેસ્ટ્રોલ લેવલમાં રાખે છે.
*તેમાં વિટમિન કે સારા પ્રમાણમાં છે. જેનાથી બ્લડ ગંઠાઇ જતું અટકે છે. આ સિવાય પણ ઘણા ફાયદાઓ છે. તો એ બધા ફાયદાઓ મેળવવા માટે અને હેલ્થ સારી રાખવા માટે હું અહિં એક રેસિપિ આપુ છું તો ચોક્કસ ટ્રાય કરજો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. સ્ટફિંગ માટે :
  2. 1કપ કેરટ – ગાજર ખમણેલું – કાપેલું નહિ
  3. 1 1/2કપ કેબેજ – ખમણેલું – કાપેલું નહિ
  4. 2મિડિયમ ઓનિયન – ખમણેલી – કાપેલી નહિ
  5. 1કપ બટાકા –ખમણેલા
  6. 2-3લીલા મરચા – બારીક સમારેલા
  7. 3/4કપ કોથમીર – બારીક સમારેલી
  8. 1ટી સ્પુન આદુ – ખમણેલું
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 1ટી સ્પુન મરી પાઉડર
  11. 1ટેબલ સ્પુન આખુ જીરું
  12. પરાઠાનો લોટ બાંધવા માટેની સામગ્રી :
  13. 1 1/2કપ ઘઉં નો જીણો – રોટલી માટેનો લોટ
  14. 2ટેબલ સ્પુન ઓઇલ – લોટ બાંધવામાં ઉમેરવા માટે (મોણ)
  15. મીઠું – સ્વાદ મુજબ
  16. 1/2ટી સ્પુન મરી પાઉડર
  17. પિંચ અજમા
  18. 1ટી સ્પુન લાલ મરચુ પાઉડર
  19. 1/2ટી સ્પુન હળદર પાઉડર (ઓપ્શનલ)
  20. પિંચ હિંગ
  21. ઓઇલ – પરાઠા કૂક કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટું મિક્ષિંગ બાઉલ લ્યો. તેમાં 1 કપ કેરટ – ખમણેલું ગાજર, 1 ½ કપ ખમણેલું કેબેજ, 2 મિડિયમ સાઇઝની ખમણેલી ઓનિયન અને 1 કપ બટાકા – ખમણેલા મિક્સ કરી લ્યો.
    હવે તેમાં 2-3 બારીક સમારેલા લીલા મરચા, ¾ કપ – બારીક સમારેલી કોથમીર, 1 ટી સ્પુન ખમણેલું આદુ, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી મિક્સ કરો. જરા દબાવીને 5 મિનિટ રેસ્ટ આપો.
    ત્યારબાદ કેરટ- કેબેજ વાળા મિશ્રણને બે હથેળી વચ્ચે થોડું દબાવીને તેમાં થી છૂટેલું પાણી એક બાઉલમાં નિતારી લ્યો.

  2. 2

    એક મોટા મિક્સિંગ બાઉલ માં 1 ½ કપ ઘઉં નો જીણો – રોટલી માટેનો લોટ લ્યો. તેમાં 2 ટેબલ સ્પુન ઓઇલ મોણ માટે ઉમેરો. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો, સાથે ½ ટી સ્પુન મરી પાઉડર, પિંચ અજમા, 1 ટી સ્પુન લાલ મરચુ પાઉડર, ½ ટી સ્પુન હળદર પાઉડર (ઓપ્શનલ), પિંચ હિંગ ઉમેરી મિક્સકરો.
    હવે મિશ્રણ માંથી નિતારેલા પાણીથી પરાઠાનો લોટ બાંધો. રોટલી ના બાંધેલા લોટ કરતાં થોડો ટાઇટ લોટ બાંધવાનો હોવાથી જરુર પૂરતું સાદું પાણી પણ ઉમેરો સરસ મસળી ને લોટ બાંધો. જેથી પરોઠા સરસ બનશે.

  3. 3

    બાંધેલા લોટ ને 10 મિનિટ રેસ્ટ આપો. ત્યારબાદ લોટને ફરી થોડો મસળી લ્યો.
    હવે લોટ માંથી 12 એકસરખા ભાગ પાડીને તેના લુવા બનાવો.
    તેમાંથી એક લુવુ લઇ રોલિંગ બોર્ડ પર એક રાઉંડ પરોઠું બનાવો.

  4. 4

    તેના પર બનાવેલુ મિશ્રણ ઓલ ઓવર સ્પ્રેડ કરી દ્યો. પિક્ચરમાં આપ્યુ છે એ પ્રમાણે.
    બીજું એક એજ સાઇઝ નું રાઉંડ પરોઠું બનાવી લો.
    મિશ્રણ સ્પ્રેડ કરેલા પરોઠા પર બીજુ બનાવેલું પરોઠું મૂકી હલ્કા હાથે પ્રેસ કરી જરા રોલિંગ પિનથી વણી લ્યો. ફરતી બાજુએથી બોર્ડર પર પ્રેસ કરી, તેના પર ફોર્ક (કાંટા ચમચી) વડે ફરી થી પ્રેસ કરી લો. અને ઉપર ની બાજુએ થી પણ ફોર્કથી પ્રીક કરી લ્યો. તેમ કરવા થી કેરટ – કેબેજ સ્ટફ્ડ પરાઠા પર સરસ ડિઝાઇન પણ પડશે અને કૂક કરતી વખતે પરાઠા ખૂલી પણ નહિ જાય એટલે કૂક કરવામાં સરળતા રહેશે.

  5. 5

    આ પ્રમાણે બાકીના પરાઠા બનાવો.
    હવે ગેસ પર નોન સ્ટીક પ્લેટ મૂકી ઓઇલથી ગ્રીસ કરી મિડિયમ ફ્લેઇમ પર ગરમ કરો.
    તેમાં પરોઠુ મૂકી એક બાજુ ઓઇલ મૂકી બ્રાઉન કલર ના સ્પોટ થાય ત્યાં સુધી કૂક કરો. એજ રીતે બીજી સાઇડ પણ કૂક કરી લ્યો.
    અંદરના વેજીટેબલ્સ પણ સરસ ક્રંચી કૂક થશે. કેરટ-કેબેજ સ્ટફ પરાઠા કૂક થતી વખતે ઓનિયનની સરસ અરોમા આવશે. કેમેકે મિશ્રણ નિતારેલા પાણી થી પરાઠા નો લોટ બાંધેલો છે.
    હવે ગરમાગરમ કેરટ-કેબેજ સ્ટફ પરાઠા સર્વિંગ પ્લેટમાં કર્ડ, સ્પાયસી અને સ્વીટ આચાર સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040
પર

Similar Recipes