ભરેલા રવૈયા અને બટાકાનું શાક (Bharela Ravaia Bataka Shak Recipe In Gujarati)

Dipali Amin
Dipali Amin @cook_12176446

ભરેલા રવૈયા અને બટાકાનું શાક (Bharela Ravaia Bataka Shak Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250ગ્રામ રવૈયા (રીંગણ)
  2. 1મધ્યમ કદના બટાકા
  3. 1મધ્યમ કદના ડુંગળી
  4. 6ચમચી તેલ
  5. 1/2ચમચી રાઈ
  6. હીંગ
  7. 1ચમચી લસણ મરચા ની ચટણી
  8. 1/4ચમચી હળદર
  9. 1ચમચી ધાણાજીરું
  10. 1નાનું ટામેટું, સમારેલું
  11. 1ચમચી લાલ મરચાંનો પાઉડર
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણાં ને બરાબર ધોઈ ને એના ડીટીયા કાઢી નાખો

  2. 2

    પછી તેમાં રીંગણાં ની ઉંધી બાજુ ચાર કાપા પાડો

  3. 3

    હવે એક વાટકા માં લીલા મરચા, લસણ અને આદુ ની ચટણી, ધાણાજીરું, મીઠું, લાલ મરચાંનો પાઉડર, મિક્ષ કરો. હવે આ મસાલા ને કાપા પડેલા રીંગણાં માં ભરી લો અને વધે એ મસાલો વાસણ માં જ રેવા દો.

  4. 4

    હવે એક તપેલીમાં માં ૪ ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ અને હીંગ ઉમેરો. હવે તેમાં વધેલો મસાલો, ડુંગળી, બટાકા અને ટામેટા ના ટુકડા મિક્ષ કરો

  5. 5

    તેમાં ભરેલા રીંગણાં ઉમેરો અને એક મિનિટ સુધી સાંતળવા દો.

  6. 6

    તેમાં ૧/૨ કપ પાણી ઉમેરો . હવે તેને 15 મિનિટ સુધી ધીમા તાપે થવા દો. ચેક કરો. તૈયાર સબ્જીને એક બાઉલ માં કાઢી લો

  7. 7

    સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali Amin
Dipali Amin @cook_12176446
પર

ટિપ્પણીઓ

Similar Recipes