રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કુકર માં બટેટા બાફી લો. વટાણા પણ બાફી લો. હવે કુકર ઠરી જાય એટલે તેને એક વાસણ માં કાઢી લો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ગરમ મસાલો આદુ મરચાની પેસ્ટ આમચૂર પાવડર ખાંડ નાખો બ્રેડ ક્રમશ નાખી સરખું મિક્સ કરો. હવે a મિશ્રણ ને ઠંડુ પડવા દો. હવે તેમાંથી ગોળ ગોળ નાની ટીક્કી કરો. એક તવા લો તેને ગરમ થવા દો. હવે તવો ગરમ થાય એટલે જરૂર મુજબ તેલ લય ને ટીક્કી ને શેકી લો.
- 2
હવે બટેટા ની ચિપ્સ માટે બટેટા ને ચિપ્સ ની જેમ ઊભી સ્લાઈસ માં કટ કરો હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ૧ ચમચી કોર્ન ફ્લોર લો. તેને મિક્સ કરો ૨ મિનિટ માટે રાખી મૂકો. હવે એક કડઈમાં તેલ લો તેલ ગરમ થાય એટલે તેને તડી લો.
- 3
હવે મરચાની ચિપ્સ માટે મરચા ને ઉભા કટ કરી લો. હવે એક વાસણમાં ૧ ચમચો ચણાનો લોટ મીઠું મરચું હળદર સોડા નાખો પાણી નાખી ને મિક્સ કરો. હવે મરચાની ચિપ્સ ને તેમાં નાખો. ગરમ તેલ મા તડી લો.
- 4
આખા મરચા માટે ૨ મોટા મરચા લો. તેમાં વચ્ચે કટ કરો. પણ આખું કટ ના થાય એ ધ્યાન રાખવું હવે બી કાઢી લો. કટલેસ માટે તૈયાર કરેલ મસાલો એમાં ભરી લો. હવે ચણા લોટ ના મિશ્રણ માં નાખી ગરમ તેલ માં તળી લો.
- 5
રેડ ગ્રેવી પાસ્તા માટે પેલા ૧ ગ્લાસ ગરમ પાણી માં કાશ્મીરી લાલ મરચા ને ગરમ કરો. હવે તેમાં હવે ૩ ટામેટા ને કટ કરી ને તેમાં નાખો તેને ઉકાળી લો. તમને સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું નાખો. તેને ઠંડુ પડવા દો. હવે એક વાસણમાં ૨ ગ્લાસ પાણી લો. તેને ગરમ થવા દો. તેમાં મીઠું નાખી ઉકળવા દો. હવે પાસ્તા ને તેમાં નાખી દો. હવે પાસ્તા બફાઈ જાય ત્યાં સુધી ઉકાળો. હવે એક પેન લો. પેન ગરમ થાય એટલે તેમાં ઓલિવ ઓઈલ લો. તેમાં ઝીણા સમારેલ લસણ ડુંગળી લો. તેને સાંતળી લો. હવે ટામેટા વાળા પાણી ને બ્લેન્ડર માં ક્રશ કરી લો.
- 6
તેને પેન મા નાખી લો હવે ગ્રેવી સરખી તૈયાર થાય એટલે તેમાં પાસ્તા નાખો. ઓરેગાનો નાખો.
- 7
રાઈસ માટે ૧ વાટકી બાસમતી ચોખા ને થોડી પાણી વડે સાફ કરી ને પાણી નાખી ને થોડી વાર રેહવા દો. હવે એક પેન લો. તેમાં બટર લો બટર ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે ૧ વાટકી માં ગાજર વટાણા ફણસી કટ કરેલ હતા તેને નાખો સ્વાદ અનુસાર મીઠું નાખી થોડી વાર ચડવા દો. હવે ચોખા ને પાણી સહિત તેમાં નાખો. સ્વાદ અનુસાર મીઠું નાખી ને ઠાકન થાકી ને ચડવા દો. છેલ્લે તેમાં ૧ ચમચી મરી પાઉડર નાખો.
- 8
પનીર ચીલી માટે એક વાસણ મા ૧ ચમચી મેંદો લો તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી લાલ મરચું મરી પાઉડર નાખી લો પનીર નાખી ને પનીર ને ગરમ તેલ માં સહેજ તરી લો. હવે એક પેન મા ૧ ચમચી તેલ લો. તેમાં લસણ ને ડુંગળી ને સાંતળી લો. હવે એક કેપ્સીકમ કટ કરેલ નાખો તેને પણ ચડવા દો. હવે થોડું પાણી નાખો હવે વિનેગાર સોયા સોસ ચીલી સાઈઝ નાખો તેને ચડવા દો હવે એક વાટકી માં ૧ ચમચી કોર્ન ફ્લોર લો. તેમાં ૨ ચમચી પાણી નાખી મિક્સ કરો તેને પેન મા નાખો. હવે ગ્રેવી ઘટ્ટ થાય એટલે પનીર નાખો.
- 9
હવે છેલ્લે એક પેન લો. તેને ગરમ કરો. તેમાં કોબી ના પત્તા રાખો. હવે રાઈસ પનીર ચીલી પાસ્તા ચિપ્સ મરચાની ચિપ્સ આખા મરચા કટલેસ રાખી ઉપર થી ચીઝ ને ખમણી ને સર્વ કરો. ગરમ ગરમ સીઝલર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીલી પનીર બાયટસ
#તીખીજો તમને લીલું મરચાંની તીખાશ પસંદ છે તો હવે તે હજી વધારે પસંદ આવશે.ઇમ્યૂનિટી અને ઓવરઓલ ફિટનેસ માટે શ્રેષ્ઠ.તેમાં રહેલું કૈપ્સેસિન નાકમાં લોહીનાં પરિભ્રમણને સરળ કરે.શરદી અને સાઇનસ જેવી સમસ્યાઓથી રાહત મળે.ફેફસાના કેંસરથી બચાવમાં લીલા મરચાનો પ્રયોગ લાભકારીઆયર્નનો પ્રાકૃતિક સોર્સ હોવાથી લોહીની કમી દૂર કરે.આંખની રોશની માટે પણ ઉત્તમ.બીટા-કૈરોટિન હોવાથી કોર્ડિયો સિસ્ટમ મજબૂત બને છે.વિટામીન A હોવાથી દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે. Suhani Gatha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઊંધીયુ સિઝલર
#Gujjuskitchen#ફયુઝનવીકઊંધિયું એક ગુજરાતી ડીશ છે જેમાં અલગ અલગ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે , સિઝલર એક વિદેશી ડીશ છે જેમાં પણ અલગ-અલગ વેજીટેબલ, ટીક્કી, રાઈસ અને ગ્રેવી નો ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો આ બંને નું કોમ્બિનેશન કરીને બનાવીએ એક ફયુઝન રેસિપી.Heena Kataria
-
More Recipes
ટિપ્પણીઓ