પેપર મસાલા ઢોસા

Yogini Gohel
Yogini Gohel @cook_20686561
66, Aditya Nagar, 3rd Main, Kothnur Main Road, J.P Nagar 8th Phase, Bangalore-560062

મિત્રો આજે હું આપને બહાર જેવાજ ક્રિસ્પી પેપર મસાલા ઢોસા કેવી રીતે બનાવા તેની માહિતી આપીશ...આ રીતે ઢોસાનું ખીરું બનાવાથી બહાર જેવાજ ઢોસા બનશે.સાઉથ ઇન્ડિયન લોકો આજ રીતે ચટણી બનાવે છે એટલે આજ રીતે ચટણી પણ બહુ ટેસ્ટી બને છે. #માઇલંચ

પેપર મસાલા ઢોસા

મિત્રો આજે હું આપને બહાર જેવાજ ક્રિસ્પી પેપર મસાલા ઢોસા કેવી રીતે બનાવા તેની માહિતી આપીશ...આ રીતે ઢોસાનું ખીરું બનાવાથી બહાર જેવાજ ઢોસા બનશે.સાઉથ ઇન્ડિયન લોકો આજ રીતે ચટણી બનાવે છે એટલે આજ રીતે ચટણી પણ બહુ ટેસ્ટી બને છે. #માઇલંચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. ખીરું બનાવવા
  2. 1/2વાટકી અડદની દાળ
  3. 2વાટકી ઢોસાના ચોખા
  4. 1/2વાટકી પૌવા પલાળેલા
  5. મસાલો બનાવવા
  6. 4મિડિયમ બટેકા બાફેલા
  7. 4 ચમચીતેલ
  8. 2 ચમચીઅડદની દાળ
  9. 2મરચાં લીલા
  10. 4લીમડાના પાન
  11. 1ડુંગળી
  12. 1 ચમચીમીઠું
  13. 1/2હળદર
  14. 1/2ધાણાજીરું
  15. 1/2રાઈ+જીરું
  16. 1/3 ચમચીમરચું પાવડર
  17. 1વાટકી કોથમરી
  18. ચટણી બનાવવા
  19. 2વાટકી કોથમરી
  20. 5લીમડાના પાન
  21. 5ફુદીનાના પાન
  22. 2મરચાં તીખા
  23. 1વાટકી નાળિયેર
  24. 1 ઇંચઆદુનો ટુકડો
  25. સ્વાદાનુસાર મીઠું
  26. 1 ચપટીજેટલી આંબલી
  27. 10દાણા શીંગ
  28. 1નાની વાટકી દાળિયા
  29. વાઘરમાટે 3 લીમડાના પાન
  30. 1/2 ચમચીરાઈ
  31. 1/3 ચમચીહિંગ
  32. 1લાલ સૂકું મરચું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચટણી બનાવી લેશું.નાળિયેર ને ગરમ પાણી માં પલાળી રાખ્યું છે 45 મિનિટ માટે પછી મિક્સરમાં ચટણી માટે ની બધી સામગ્રી નાખી પીસી લેવી.પછી તેમાં વઘાર કરવો.

  2. 2

    તેમાં વઘાર કરવા 1 ચમચી તેલ મૂકી રાય નાખી, હિંગ અને લીમડાના પાન નાખવા ને સાથે લાલ સૂકું મરચું પણ નાખવું.પછી તે ચટણી માં નાખી દેવું.

  3. 3

    ખીરું બનાવા માટે સૌ પ્રથમ 2 વાટકી ચોખા લઇ તેમાં અડધી વાટકી અડદની દાળ નાખવી અને સાથે અડધી વાટકી પૌવા નાખવા. આ બધું 4 થી 5 કલાક પલાડયા પછી તેમાં એક વાટકી દહીં નાખી તેને મિક્સચરમાં પીસી લેવું, તે એકદમ ઝીણુ પીસવું.જરૂર પડે તો થોડું પાણી નાખવું. પછી તેને એક રાત આથો લાવા કુકર માં ઢાંકી ને મૂકવું(કુકર થોડું મોટું લેવું કેમકે આથો આવાથી ખીરું ફુલાઈ ને બહાર ના નીકળે).આ દરમ્યાન મીઠું ના નાખવું નહીં તો આથો જલ્દી નહીં આવે. આથો સરખો આવે પછીજ ઢોસા કરવા નહીં તો ઢોસા સારા નહીં બને.

  4. 4

    હવે મસાલો બનાવા માટે તેલ ગરમ કરી તેમાં લીલા મરચા,અડદની પલાળેલા દાળ અને લીમડો નાખી એક મિનિટ સાંતળવું પછી તેમાં ડુંગળી નાખી થોડી વાર પકવવું પછી તેમાં હળદર, મીઠું, મરચું પાવડર નાખી મિક્ષ કરવું.

  5. 5

    પછી તેમાં બાફેલા બટેકા હાથેથી અથવા છીણીમાં ક્રશ કરી નાખવા.પછી તેમાં 2 ચમચી પાણી નાખી હલાવી લેવું ને તેને 3 મિનિટ ચડાવ્યા પછી કોથમરી નાખી બસજુ પર રાખવું.

  6. 6

    હવે આપણે ઢોસા બનવાની શરૂઆત કરીએ, ખીરું થોડું પાતળું જ રાખવું થોડું પાણી નાખી ને પાતળું કરવું જો ખીરું જાડુ લગે તો.કેમ કે નાઈ તો ઢોસા પાતળાં નહીં બને. ઢોસાની નું નોનસ્ટિક તવી લઈ તેમાં આ રીતે ફોટામાં બતાવ્યા પ્રમાણે ખીરું એક ચમચો લઈ વચ્ચે ખીરું રેડી તેને ચમચા વડે આમ ગોડ ગોડ પાતળું પાથરવું.પછી તેના પર તમે ઢોસાનો સાઉથ ઇન્ડિયન ગન પાવડર નાખી શકો છો થોડી વાર પછી તે નીચેથી ગોલ્ડન કલર નો થાય એટલે અને તેના પર મસાલો રાખી ને ગોળ વાળી ઉપાળી લેવો.

  7. 7

    ઢોસા તૈયાર છે તેને તમે ચટણી અને મસાલા સાથે અને સાંભાર સાથે પીરસી શકો છો. મેં સાંભાર નથી બનાવ્યો કારણકે અમને એમજ સારા લાગે છે ચટણી સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Yogini Gohel
Yogini Gohel @cook_20686561
પર
66, Aditya Nagar, 3rd Main, Kothnur Main Road, J.P Nagar 8th Phase, Bangalore-560062
Cooking is my hobby and I am the girl who is foody also follows my own rules and passion.
વધુ વાંચો

Similar Recipes