નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

#સાઉથ ઇન્ડિયન ટ્રીટ
#ST : નાળિયેર ની ચટણી
આજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે.

નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

#સાઉથ ઇન્ડિયન ટ્રીટ
#ST : નાળિયેર ની ચટણી
આજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૩ વ્યક્તિ
  1. ૧ વાટકીફ્રેશ ખમણેલું નાળિયેર
  2. લીલું મરચું
  3. ૧ ચમચીકોથમીર
  4. ૧ ટી સ્પૂનદાળિયા
  5. ૧ ટી સ્પૂનમીઠું
  6. ૧/૨ ટી સ્પૂનખાંડ
  7. ૨ ચમચીદહીં
  8. ૧ ચમચીલીંબુનો રસ
  9. વઘાર માટે
  10. ૧ ચમચીતેલ
  11. ૧/૨ ટી સ્પૂનઅડદની દાળ
  12. ૧/૨ ટી સ્પૂનચણા ની દાળ
  13. ૧/૨ ટી સ્પૂનરાઈ
  14. ૧ ચુટકીહીંગ
  15. ૪/૫ મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    લીલાં મરચાં ને કોથમીર સમારી લેવી. ખમણેલું નાળિયેર, કોથમીર,લીલાં મરચાં, દહીં,મીઠું,ખાંડ, દાળિયા અને લીંબુનો રસ મિક્સર જારમાં નાખી ને ક્રશ કરી લેવું.એક બાઉલમાં કાઢી લેવું.

  2. 2

    વઘાર માટે ની સામગ્રી તૈયાર કરી લેવી. વઘારિયા માં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકવું.

  3. 3

    તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અડદની દાળ અને ચણાની દાળ હીંગ અને લીમડો નાખી ને વઘાર કરી લેવો દાળ નો સહેજ કલર બદલાય ત્યાં સુધી થવા દેવી.

  4. 4

    તૈયાર કરેલી ચટણી માં વઘાર રેડી દેવો.

  5. 5

    તો તૈયાર છે
    નાળિયેર ની ચટણી
    #ST નાળિયેર ની ચટણી
    આ ચટણી ઈડલી સંભાર અને ઢોસા સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes