શેર કરો

ઘટકો

  1. 200ગ્રામ દહીં
  2. જરૂર મુજબ પાણી
  3. 3ટી સ્પૂન બેસન
  4. 5ટી સ્પૂન સાકર
  5. નમક સ્વાદ અનુસાર
  6. 2ટેબલ સ્પૂન કોથમરી
  7. 4-5લીલા મરચાં
  8. 1ટુકડો આદુ
  9. 6-8કરી પતા
  10. 2ટી સ્પૂન ઘી
  11. 1/2ટી સ્પૂન રાય
  12. 1ટી સ્પૂન જીરું
  13. 2સૂકા બોરીયા મરચાં
  14. 3લવિંગ
  15. 1ટુકડો તજ
  16. 2ચકરીફૂલ
  17. 1/2ટી સ્પૂન મેથી દાણા
  18. 1/4ટી સ્પૂન હીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.દહીં માં જરૂર મુજબ પાણી અને બેસન નાખી વલોવી લો.પછી સાકર અને નમક સ્વાદ અનુસાર નાખી ઉકાળી લો.

  2. 2

    હવે વધારીયા માં ઘી નાખી ગરમ કરો.પછી તેમાં રાય રાઇ,જીરું,લવિંગ,તજ,ચકરીફૂલ,મેથી દાણા,બોરીયા મરચાં નાખો.હીંગ નાખો. પછી ખમણેલું આદુ,સમારેલા લીલા મરચાં,કોથમીર,કરી પતા નાખી સતળાવો.

  3. 3

    હવે આ વઘાર ને પહેલા થી ઉકાળેલી કઢી માં નાખો અને હલાવી લો.આ રીતે વઘાર નાખવા થી કોથમીર,લીમડો,મરચાં નો રંગ કઢી માં લીલોછમ રહેશે.(વઘાર નાખ્યા પછી એક ઉભરો આવે ત્યાં સુધી કઢી ઉકાળી શકાય મેં ઉકાળી નથી)

  4. 4

    તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી સફેદ કઢી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa savla
Krupa savla @cook_11908919
પર

Similar Recipes