ટેસ્ટી સેન્ડવિચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં બટાટા લઈ તેની પાંચ છ સીટી વગાડવી. બટાકા બફાઈ ગયા બાદ તેને થોડીક વાર ઠરવા દેવા.
- 2
બટેટા ઠરી જાય પછી તેને એકદમ મસળીને માવો બનાવવો. માવો બનાવ્યા બાદ તેમાં બધા મસાલા એડ કરવા.
- 3
ત્યાર પછી એક કડાઈમાં ચારથી પાંચ ચમચી તેલ લઇ તેમાં જીરુ અને હીંગ નાંખી મસાલા નો વઘાર કરવો પછી તેમાં ઉપરથી ખમણેલું ચીઝ, ગરમ મસાલો, અને કોથમીર નાંખવી. તો તૈયાર છે આપણા સેન્ડવીચ નો મસાલો.
- 4
પછી આપણે બ્રેડ લઇ તેમાં મસાલા નું સ્ટફિંગ કરી સેન્ડવીચ ટોસ્ટરમાં ટોસ્ટ કરવા મૂકશું.
- 5
તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી ટેસ્ટી સેન્ડવિચ, જે આપણને અને બાળકોને ભાવતી ટેસ્ટી ટેસ્ટી સેન્ડવિચ તેને આપણે ટોમેટો કેચપ સાથે સર્વ કરશું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12028575
ટિપ્પણીઓ