રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆને બે વખત પાણીથી ધોઈ ને પાણી નિતારી લેવું. ત્યારબાદ બાફેલા બટેટાને છાલ કાઢી ખમણી થી ખમણી લેવા.
- 2
પાલકની ભાજીને પાણીથી ધોઈને પાણી નિતારી લેવું. ત્યારબાદ ખમણીને રાખેલા બટેટા મા પલાળેલા પૌવા અને પાલક ની ભાજી ઉમેરો.
- 3
એક ડીશમાં મરચું પાવડર, ધાણા-જીરુ પાવડર, હળદર, ગરમ મસાલો, મીઠું,લીલા મરચાની પેસ્ટ તૈયાર કરવી. ત્યારબાદ કોથમીરને પાણીથી ધોઇ ને નિતારી લેવી. ત્યારબાદ બટેટા, પૌવા, પાલક મા તૈયાર કરેલા મસાલા અને કોથમીર અને બે ચમચી ચોખાનો લોટ નાખી બધું મિક્સ કરી લેવું.
- 4
આ મિશ્રણને ભેગુ કરી કટલેસ માટે તૈયાર કરવું. તેમાંથી અલગ-અલગ શેપ આપી કટલેસ તૈયાર કરવી. ત્યારબાદ ગેસ ઉપર ગરમ કરેલ તેલમાં તળી લેવી.
- 5
ત્યારબાદ તળેલી કટલેસને સર્વિંગ પ્લેટમાં ગોઠવી કેપ્સિકમની સ્લાઈસ અને સોસ થી ગાર્નીશ કરી સર્વ કરો. તો તૈયાર છે પાલક પૌંઆ ની કટલેસ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12105554
ટિપ્પણીઓ