હાંડવા વફલ

Priyanka Gandhi
Priyanka Gandhi @piyanka23486
અમદાવાદ

ડિનર

હાંડવા વફલ

2 કમેન્ટ્સ કરેલ છે

ડિનર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1૧/૨ કપ ચોખા
  2. ૩/૪ કપ અડદ ની દાળ
  3. ૧/૨ કપ તુવેર ની દાળ
  4. ૧/૨ કપ ચના ની દાળ
  5. ૩-૪ લીલા મરચા
  6. ૮-૧૦ કળી લસણ
  7. 1 ટુકડોઆદુ
  8. ૧/૪ કપ સીંગદાણા
  9. ૧/૪ કપ સમારેલી મેથી ની ભાજી
  10. ૧/૪ કપ સમારેલા લીલા ધાણા
  11. ૩/૪ કપ ઘઉં નો મોયેલો જાડો લોટ
  12. 2 મોટી ચમચીગોળ
  13. 1 મોટી ચમચીગોળ કેરી નો મસાલો
  14. 1નેની ચમચી લીંબુ ના ફૂલ
  15. ૧/૨ કપ દહીં
  16. ચપટીહિંગ
  17. 1 ચમચીરાઈ
  18. 1 ચમચીતલ
  19. ૫-૬ લીમડા ના પાન
  20. મીઠું સ્વાદ મુજબ
  21. 2 ચમચીલાલ મરચુ
  22. ૧/૨ ચમચી હળદર
  23. 2 ચમચીધાણાજીરું
  24. ૧/૨ ચમચી સોડા
  25. 1 કપછીણેલી દૂધી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી દાળ અને ચોખા ને ધોઈ ને ૪-૫ કલાક પલાળી લો.

  2. 2

    હવે દાળ અને ચોખા ને પીસી લો. પીસતી વખતે આદુ,મરચા અને લસણ નાખી દો.

  3. 3

    હવે એક બાઉલ માં આ મિશ્રણ લઇ તેમાં ઘઉં નો જાડો લોટ અને બધા મસાલા,દૂધી અને દહીં નાખી ૪-૫ કલાક પલાળવા દો.

  4. 4

    હાંડવા વફલ બનાવતા પેહલા ખીરા માં ૧ ચમચી ગરમ તેલ,સોડા અને લીંબુ ના ફૂલ ઉમેરો.

  5. 5

    હવે વફલ મશીન ને પેહલા થોડું ગરમ કરી લો અને તેલ લગાવી દો અને હવે હાંડવા નું ખીરું તેમાં નાખી ૩-૪ મિનિટ માટે એને થવા દો.

  6. 6

    વફલ થઈ જાય એટલે તેના પર રાઈ,તલ અને લીમડા નો વઘાર રેડી તેને સર્વિંગ પ્લેટ માં લઇ લિલી ચટણી ક સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Gandhi
Priyanka Gandhi @piyanka23486
પર
અમદાવાદ
Home Baker and Cooking Expert in Rasoi Show,Colors Gujarati
વધુ વાંચો

Similar Recipes