ઇન્સ્ટન્ટ વેજ ઢોકળા

Purvi Modi
Purvi Modi @PurviModi_1105
Ahmedabad

ઇન્સ્ટન્ટ વેજ ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ -૨૫ મિનિટ
૩-૪ વ્યક્તિ
  1. ઢોકળા માટે:-
  2. ૩/૪ કપ સમારેલી પાલક
  3. ૧/૪ કપ છીણેલું ગાજર
  4. ૧/૪ કપ છીણેલી દૂધી
  5. ૫-૬ વાટેલા લીલા મરચાં
  6. ૧/૨ કપ રવો
  7. ૧/૨ કપ ચણાનો લોટ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૧/૪ ટી સ્પૂન લીંબુના ફૂલ
  10. ૨ ટી સ્પૂન તેલ
  11. ૧/૪ ટી સ્પૂન સોડા બાય કાર્બ
  12. વઘાર માટે:-
  13. ૪-૫ ટી સ્પૂન તેલ
  14. ૧ ટી સ્પૂન રાઈ
  15. ૩-૪ ટી સ્પૂન તલ

રાંધવાની સૂચનાઓ

૨૦ -૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઢોકળા માટે ની બધી સામગ્રી (સોડા બાય કાર્બ સિવાય) મિક્સ કરી લો. હવે તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરો.

  2. 2

    હવે તેમાં સોડા બાય કાર્બ ઉમેરીને એક જ દિશામાં હલાવી લો અને ત્યારબાદ તેને ગ્રીઝ કરેલી થાળી માં પાથરી દો. ૧૫-૨૦ મિનિટ માટે વરાળથી બાફી લો.

  3. 3

    હવે વઘાર માટે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તલ ઉમેરો. ઢોકળા ઉમેરીને બરાબર મિક્સ કરો. ૨-૩ મિનિટ સુધી થવા દો. તૈયાર છે સ્વાદિષ્ટ વેજ ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Modi
Purvi Modi @PurviModi_1105
પર
Ahmedabad
I am house queen and love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes