રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈને છથી સાત કલાક પલાળી લો. આ સાથે મેથી પણ પલાળી લો. અને ત્યારબાદ તેને પીસી લો. દહી કે છાશ નાખીને પલળવાથી તેમાં સરસ આથો આવે છે.
- 2
એકદમ બારીક પીસી લો દાળ અલગથી પીસવી અને ચોખા અલગથી પીસવા પછી બંને ને મિક્સ કરી લો ચોખા પીસવા માં પલાળેલી મેથી ઉમેરવી.
- 3
ત્યારબાદ પીસેલા મિશ્રણમાં મીઠુ ઉમેરીને બેથી ત્રણ કલાક સુધી રાખી મુકો.
- 4
એક કૂકરમાં તુવેરની દાળને ધોઈને બાફી લો અને તેમાં ૫ કપ પાણી ઉમેરો.
- 5
સંભારના વઘાર માટેની તૈયારી કરો સૌપ્રથમ બધું શાક સમારી લો. એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં મેથી નો વઘાર કરો.
- 6
પછી તેમાં રાઈ ઉમેરો અને લીલા લીમડાના પાન અને સૂકું મરચું ઉમેરી વઘાર કરો, ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી, દુધી,સરગવાની સિંગ નો વઘાર કરો.
- 7
ત્યારબાદ તેમાં આમલીનું પાણી, મીઠું, હળદર, મરચું પાવડર,સાંભર મસાલો, ઉમેરો અને તેને સાંતળો.
- 8
થોડીવાર સાંતળ્યા બાદ તેમાં ૨ કપ પાણી ઉમેરી તેને ઢાંકી દો અને શાકને ચઢવા દો. થોડીવાર પછી તેમાં ટમેટા ઉમેરો અને શાકને ચઢવા દો.
- 9
દાળમાં હળદર, મરચું, મીઠું અને સાભાર મસાલો ઉમેરો. શાકને ઢાંકીને ચડવા દો.
- 10
દાળને ઉકાળી તે પછી તેમાં વઘારેલો શાકનો વઘાર કરો.
- 11
વઘારેલી દાળ ને થોડીવાર ઉકળવા દો,ત્યારબાદ તેમાં સમારેલી કોથમીર ઉમેરો, આ રીતે સાંભાર તૈયાર થશે.
- 12
ઢોસા નો મસાલો બનાવવાની રીત સૌપ્રથમ બાફેલા બટેટાનો માવો તૈયાર કરો અને એક પેનમાં તેલ મૂકો અને ચણાની દાળ વઘારો.
- 13
ત્યારબાદ તેમાં રાઈ ઉમેરી લીમડાના પાન અને ડુંગળી નો વઘાર કરો.
- 14
ડુંગળીને સાંતળીયા બાદ તેમાં હળદર મીઠું ઉમેરો અને કોબી નો વઘાર કરો.
- 15
કોબી સાંતળો પછી તેમાં બાફેલા બટેટાનો માવો ઉમેરી અને હલાવો અને તેમાં સમારેલી કોથમરી ઉમેરો.
- 16
બટેટાના માવામાં સમારેલી કોથમીર ઉમેરો અને તે ને સાઈડ પર રાખો.એક તવી ને ગરમ કરો અને તેમાં પાણીનો છટકાવ કરી રૂમાલ વડે તેલ લગાડો.
- 17
ત્યારબાદ તવા પર ઢોસા નું ખીરું પાથરો અને ફરતે તેલ લગાડો.
- 18
તૈયાર ઢોસા પર બટેટા નો મસાલો પાથરો.
- 19
ઢોસા નુ ખીરુ પાથર્યા પછી તેને બંને સાઇડ ઉથલાવી ને તેનો રોલ વાળવાથી પેપર ઢોસાતૈયાર થાય છે
- 20
તૈયાર મસાલા ઢોસા ને સાંભાર અને કોકોનટ ચટણી સાથે પીરસો.
- 21
આ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે,જે જમવામાં ખુબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha -
-
-
-
-
-
દાબેલી ટાકોસ
#CulinaryQueens#ફ્યુઝનવીક#દાબેલી એ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. ગુજરાતમાં પણ કરછની દાબેલી ખૂબ વખણાય છે. ટાકોસ એક મેક્સિકન ડીશ છે. સામાન્ય રીતે ટાકોસમાં રાજમા નું સ્ટફિંગ કરવામાં આવે છે. મેં ટાકોસમાં દાબેલીનું સ્ટફિંગ કરીને એક નવી ફ્યુઝન ડીશ તૈયાર કરી છે અને એ બની છે પણ ખૂબ જ યમ્મી.... Dimpal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ