ત્રેવટી દાલ (મિક્ષ દાલ)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપચણા દાલ
  2. 3/4 કપમગની ફોતરાંવાળી દાલ
  3. 1/2 કપતુવેર દાલ
  4. 1/2 કપમગની છડી દાલ
  5. 3 ટેબલસ્પૂનતેલ (વઘાર માટે)
  6. પિંચ રાઈ
  7. 1/2 ટેબલસ્પૂનજીરું
  8. પિંચ હિંગ
  9. 1 ટુકડોતજ
  10. 1આખું સૂકું લાલ મરચું
  11. 3-4 નંગમરી
  12. 2-3 નંગલવિંગ
  13. 8-10લીમડાના પાન
  14. 1 નંગતમાલપત્ર
  15. 2 ટેબલસ્પૂનલીલા મરચાં,આદુ અને લસણની પેસ્ટ
  16. 1/2 કપટામેટા બારીક સમારેલા
  17. 2 ટેબલસ્પૂનનમક
  18. 1/2 ટેબલસ્પૂનહલદી
  19. 2 ટેબલસ્પૂનમરચું પાવડર (વધુ ઓછું કરી શકાય.)
  20. 1/2 ટેબલસ્પૂનસુગર
  21. 1 નંગલેમન જ્યુસ
  22. કોથમરી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણા દાલને 2 કલાક પલાળી રાખવી. ત્યારબાદ બધી દાલને એકસાથે કૂકરમાં બાફી લેવી.

  2. 2

    ત્યારબાદ એક નોનસ્ટિક પેન અથવા સાદી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. જરૂરી બધી વઘારની સામગ્રી નાખી વઘાર કરવો.

  3. 3

    ત્યારબાદ બાફેલી દાલ એડ કરી જરૂર મુજબ પાણી એડ કરવું. દાલ ઊકળી જાય એટલે ગેસ બંધ કરવો. અને એક સર્વિંગ પ્લેટમાં જીરા રાઈસ, પરાઠા, મસાલા છાશ અને ઓનીયન ચીલી લેમન સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nenshree Barai
Nenshree Barai @cook_22229961
પર

ટિપ્પણીઓ

Similar Recipes