બેસનની ચટણી

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#goldenapron3 week14

ફરસાણની દુકાને સર્વ કરવામાં આવે તેવી સ્વાદિષ્ટ ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૭ વ્યક્તિ
  1. ૧/૪ કપ બેસન
  2. ૧/૨ ચમચી ઝીણી રાઈ
  3. ૧/૨ ચમચી હળદર પાવડર
  4. ૧/૪ ચમચી લીંબુનાં ફૂલ
  5. સ્વાદાનુસાર મીઠું
  6. 1 ચમચીઆદુ-મરચાંની પેસ્ટ
  7. 1 ચમચીઝીણા સમારેલાં લીલાં મરચાં
  8. 2 ચમચીતેલ
  9. 3 ચમચીખાંડ
  10. ૧/૨ ચમચી હીંગ
  11. ૨.૫ કપ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બેસન લઈ તેમાં પાણી મિક્સ કરી ઘોળ તૈયાર કરો.

  2. 2

    એક તપેલીમાં તેલ ગરમ કરી તેમાં ઝીણી રાઈ ઉમેરો. રાઈ તતડે પછી તેમાં હીંગ ઉમેરો, ત્યારબાદ તેમાં ઝીણા સમારેલાં લીલા મરચાં તથા આદુ-મરચાંની પેસ્ટ ઉમેરી ફ્રાય કરો.

  3. 3

    તેમાં હળદર પાવડર ઉમેરી તૈયાર કરેલો બેસન પાણીનો ઘોળ ઉમેરો. ત્યારબાદ તેમાં મીઠું, લીંબુનાં ફૂલ, ખાંડ ઉમેરી મિક્સ કરો અને સતત હલાવતા રહો જેથી લમ્સ ન પડે અને સરસ ઘટ્ટ ચટણી તૈયાર થાય.

  4. 4

    ૭-૮ મિનિટ માટે સતત હલાવતા રહો અને ચટણી ઘટ્ટ થાય, એક ઉભરો આવે પછી ગેસ બંધ કરો. તૈયાર ચટણીને કોઈપણ ફરસાણ સાથે સર્વ કરો. તો તૈયાર છે બેસનની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

Similar Recipes