મોગરી ની ચટણી

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#ચટણી હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે લીલી મોગરી ની ચટણી, અત્યારે તેની સીઝન ચાલે છે, સલાડ તરીકે સવૅ કરવામાં આવે છે,તો મે મોગરી ની ચટણી બનાવી છે 😊👍😊 એકદમ ટેસ્ટી અને તીખી.....

મોગરી ની ચટણી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ચટણી હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે લીલી મોગરી ની ચટણી, અત્યારે તેની સીઝન ચાલે છે, સલાડ તરીકે સવૅ કરવામાં આવે છે,તો મે મોગરી ની ચટણી બનાવી છે 😊👍😊 એકદમ ટેસ્ટી અને તીખી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મીનીટ
  1. ૧ વાટકી સમારેલી મોગરી
  2. ૨ નંગ લીલાં મરચાં
  3. ૧ નાનો ટુકડો આદુ
  4. ૧ ચમચી જીરૂ
  5. ૧ ચપટી હિંગ
  6. મીઠું સ્વાદ અનુસાર નાખો
  7. ૧/૨ ચમચી સંચળ પાવડર
  8. ૧/૨ ચમચી લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૧૦મીનીટ
  1. 1

    પેહલા મોગરી ના નાના ટુકડા કરી લો.મરચા અને આદુ ના ટુકડા કરી લો.

  2. 2

    હવે મીક્ષરજાર મોગરી ટુકડા, મરચાં, આદુ, સંચળ, મીઠું, નાખી ને તેની એકદમ બારીક ચટણી તૈયાર કરી લો.

  3. 3

    પછી એક વઘારીયા માં એક ચમચી તેલ નાખી ગરમ કરી લો, અને જીરું નાખી ફૂટવા દો.મોગરીની ચટણી ને વાટકી મા કાઢી ને તેના પર લાલ મરચું પાઉડર ભભરાવો.

  4. 4

    જીરું ફુટે એટલે તેમાં હિંગ નાખી ને ચટણી પર રેડી દો.

  5. 5

    તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી એવી મોગરી ની ચટણી, એકદમ અલગ ટેસ્ટ મા જે જમવા સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

ટિપ્પણીઓ

Similar Recipes