કર્ડ શોરબા

#મિલ્કી #goldenapron3 week9 puzzle word - cucumber આપણે બધા વિવિધ પ્રકારનાં સૂપ તો પીતા જ હોઈએ છીએ પરંતુ આજે આપણે બનાવીશું કર્ડ શોરબા. શોરબા એ બાલ્કન્સ, ઉત્તર આફ્રિકા, મધ્ય યુરોપ, પૂર્વી યુરોપ, મધ્ય એશિયા તથા ભારતીય ઉપખંડમાં વિવિધ રાષ્ટ્રીય ભોજનમાં જોવા મળતા વિવિધ પ્રકારનાં સૂપમાંથી એક છે. જેને ગરમાગરમ સર્વ કરવામાં આવે છે. તે એક અફઘાની ટ્રેડિશનલ રેસિપી છે અને શોરબા શબ્દ પર્શિયન શબ્દ "શોર" એટલે કે સોલ્ટી અને "બા" એટલે વોટર પરથી બન્યો છે. English માં તેને chorba તરીકે પણ ઓળખાય છે. તો શરૂ કરીએ આજની રેસિપી.
કર્ડ શોરબા
#મિલ્કી #goldenapron3 week9 puzzle word - cucumber આપણે બધા વિવિધ પ્રકારનાં સૂપ તો પીતા જ હોઈએ છીએ પરંતુ આજે આપણે બનાવીશું કર્ડ શોરબા. શોરબા એ બાલ્કન્સ, ઉત્તર આફ્રિકા, મધ્ય યુરોપ, પૂર્વી યુરોપ, મધ્ય એશિયા તથા ભારતીય ઉપખંડમાં વિવિધ રાષ્ટ્રીય ભોજનમાં જોવા મળતા વિવિધ પ્રકારનાં સૂપમાંથી એક છે. જેને ગરમાગરમ સર્વ કરવામાં આવે છે. તે એક અફઘાની ટ્રેડિશનલ રેસિપી છે અને શોરબા શબ્દ પર્શિયન શબ્દ "શોર" એટલે કે સોલ્ટી અને "બા" એટલે વોટર પરથી બન્યો છે. English માં તેને chorba તરીકે પણ ઓળખાય છે. તો શરૂ કરીએ આજની રેસિપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં લો ફેટ દહીં લઈ તેમાં હળદર તથા બેસન ઉમેરીને વ્હીસ્ક કરો.
- 2
કાકડી, ટામેટાં, લીલા મરચાં તથા આદુંને ઝીણા સમારીને તૈયાર કરો.
- 3
એક ફ્રાય પેનમાં ઘી ગરમ કરી તેમાં જીરું મૂકી તતડે પછી તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં તથા આદુ ઉમેરીને બે મિનિટ પકાવો.
- 4
જો ડુંગળી ઉમેરવી હોય તો આ સ્ટેજ પર ૧/૨ કપ ઝીણી સમારેલી ઉમેરી શકાય છે. ત્યારબાદ તેમાં બનાવેલો દહીંનો ઘોળ ઉમેરો. તેમાં દૂધ ઉમેરો. જો વિરોધાભાસ બાધક હોય તો દૂધ ઉમેરવું નહીં.
- 5
તેમાં કાકડી, ટામેટાં તથા પાણી ઉમેરી ઉકળે ત્યાં સુધી ગરમ કરો. સ્વાદાનુસાર મીઠું ઉમેરો.
- 6
ઉકળીને મધ્યમ ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી કોથમીર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરો.
- 7
તૈયાર સ્વાદિષ્ટ કર્ડ શોરબાને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજ ફ્રૂટ્સ ડાયેટ સલાડ
#ફ્રૂટ્સઅત્યારનાં આધુનિક સમયમાં જંકફૂડ તથા ફાસ્ટફૂડનું ચલણ વધી ગયું છે જેના કારણે જો ખાવામાં ધ્યાન ન રાખીએ તો મેદસ્વિતાનો શિકાર થઈ જવાય છે. તેના લીધે શરીરમાં વિવિધ પ્રકારના રોગ પ્રવેશે છે. વજન ઓછું કરવાનાં બે ઉપાય છે એક તો જીભ પર કંટ્રોલ કરીને ખાવામાં ધ્યાન રાખવું ડાયેટિંગ કરવું. બીજો ઉપાય છે યોગ્ય કસરત કરવી તેમાં વૉક, જીમ અને યોગા જેવા વિકલ્પો છે. ઘણા લોકો જીમમાં તો જતા હોય છે પરંતુ ખાવામાં ધ્યાન નથી રાખતા તેના લીધે ઘણીવાર વજન હોય તેના કરતાં વધી જતું હોય છે. તો આજે હું ફ્રૂટ્સ અને વેજિટેબલ્સમાંથી બનતા ડાયેટ સલાડની રેસિપી પોસ્ટ કરું છું જેમાં મેં લો ફેટ દહીંનું ડ્રેસિંગ કર્યું છે, ખાંડની જગ્યાએ મધ અને મીઠાની જગ્યાએ સંચળનો ઉપયોગ કર્યો છે જેના લીધે ચટપટું સ્વાદિષ્ટ સલાડ તૈયાર થાય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
સ્ટફ્ડ મોનેકો બિસ્કીટ સ્ટાર્ટર
#સ્ટફ્ડજ્યારે નાના બાળકોની બર્થ ડે પાર્ટી હોય કે બહેનોની કિટ્ટી પાર્ટી ત્યારે દરેક ગૃહિણીને એક પ્રશ્ન સતાવતો હોય છે કે નાસ્તો શું રાખવો? તો આજે હું એક બાઈટિંગ સાઈઝ સ્ટાર્ટરની રેસિપી લઈને આવ્યો છું. જે બાળકોને તો ભાવશે સાથે સાથે કિટ્ટી પાર્ટીમાં ગેમ રમતાં-રમતાં પણ ચટરપટરમાં ખાઈ શકાશે બધાને કંઈક અલગ લાગશે અને હોંશે હોંશે ખાશે.આજની રેસિપીમાં મેં મોનેકો બિસ્કીટનો ઉપયોગ કર્યો છે. મોનેકો બિસ્કીટ પર અલગ-અલગ પ્રકારનાં સલાડ, ચીઝ, જામનાં ટોપિંગ્સતો હવે ઘણા જૂના થઈ ગયા. આજે મેં મોનેકો બિસ્કીટમાં બાફેલા બટાકા, કેપ્સિકમ, ગાજર, ટામેટાં, ગ્રીન ચટણી, મીઠી ચટણી, ચાટ મસાલાનું સ્ટફિંગ બનાવીને પછી તેને સેવમાં કોટ કરીને સર્વ કર્યા છે. જે સ્વાદમાં અને દેખાવમાં લાજબાવ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
કોશીંબીર
આ એક મહારાષ્ટ્રીય સલાડ રેસિપી છે. જે બનાવવામાં એકદમ સરળ અને ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. Nigam Thakkar Recipes -
ફરાળી દાડમ કાકડીનું રાયતું
#માસ્ટરક્લાસમિત્રો, આપણે વિવિધ પ્રકારનાં રાયતાં જમવાની સાથે સાઈડ ડીશ તરીકે ખાતા હોઈએ છીએ. તો આજે હું એક ફરાળી રાયતાંની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઉપવાસ માટે આ રાયતું બેસ્ટ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ગ્રેપ વોલનટ રાયતા
#મિલ્કી આપણે જમવાની સાથે સાઈડ ડીશ તરીકે વિવિધ પ્રકારનાં રાયતા સર્વ કરતા હોઈએ છીએ, તો આજે આપણે શીખીશું ગ્રેપ વોલનટ રાયતા જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
મસાલા પાપડ
#રેસ્ટોરન્ટ#goldenapron3Week1મિક્સ આચાર, સૂપ, સ્ટાર્ટર, રાયતું, સલાડ પછી આવે છે પાપડ. પાપડ એ રેસ્ટોરન્ટમાં મેઈન કોર્સ પહેલા સર્વ કરવામાં આવતા હોય છે. જેમાં અડદનાં રોસ્ટેડ પાપડ, ફ્રાયડ પાપડ, મસાલા પાપડ મુખ્ય છે. આ સિવાય જો તમે ગામઠી રેસ્ટોરન્ટમાં જાઓ તો ત્યાં ગુજરાતી ફૂડ સાથે શેકેલા ખીચા પાપડ, મસાલા ખીચા પાપડ વગેરે સર્વ કરવામાં આવતા હોય છે. તો આજે આપણે અડદનાં તેમજ ચોખાનાં ખીચા મસાલા પાપડ બનાવતા શીખીશું. Nigam Thakkar Recipes -
કાકડી ટામેટાંનું રાયતું
#મિલ્કી #goldenapron3 week9 puzzle word - cucumber ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં જમવાની સાથે વિવિધ પ્રકારનાં રાયતા ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે, આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ કાકડી ટામેટાનું રાયતું, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
બટાકા વડા
#goldenapron3Week7Puzzle Word - Potatoઆજે સાંજે બટાકાવડાની બનાવવાની તૈયારી કરી અને અચાનક ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો એટલે બટાકાવડાનાં સ્વાદમાં અનેક ગણો વધારો થયો. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
ચણા સલાડ વિથ મિન્ટ ડ્રેસિંગ
#કઠોળકાબુલી ચણા અને ફુદીનાથી બનતું પ્રોટીન, ફાઈબર, આયર્ન થી ભરપૂર હેલ્થી સલાડ Nigam Thakkar Recipes -
કોદરી સેલેડ (Foxtail Millet Salad Recipe In Gujarati)
#SPR#MBR4#Week4કોદરી ખુબ જ જુનું ધાન્ય છે. મારા નાની ડાયાબિટીક પેશન્ટ હતા એટલે ભાત બદલે જમવા માં કોદરી નો ઉપયોગ કરતાં. કોદરી ખુબ જ જલ્દી ચડી જાય છે અને પચવામાં પણ સરળ છે. એ એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે. એમાં ફાઈબર અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને એનો ગ્લાઈસીમીક ઈન્ડેક્સ ખુબ ઓછો છે તેથી ખાંડ લેવલ ને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. અત્યારે ખાસ કરીને સલાડ અને વનપોટ મીલ નો ક્રેઝ વધ્યો છે તો મેં ટેસ્ટી સલાડ બનાવ્યું છે. Harita Mendha -
મસાલા પાઉં
#ઇબુક૧#પોસ્ટ૧૫ગઈકાલે પાઉભાજી બનાવી હતી તો એના પાઉં વધ્યા હતા તો એમાંથી મે મસાલા પાઉં બનાવ્યા છે.. મસાલા પાઉં મુંબઈ માં ખૂબ પ્રખ્યાત છે...જ્યારે બહુ ઠંડી પડતી હોય ને ત્યારે આવુ ગરમાગરમ ચટપટો અને તીખું ખાવાની મજા આવી જાય છે... અને ખૂબ જ સરળ રેસીપી છે... થોડા જ સમય માં બની જાય છે.. Sachi Sanket Naik -
સ્વીટ કોર્ન સૂપ
#હેલ્થી #indiaમિક્ષ વેજિટેબલ્સ અને સ્વીટકોર્નથી બનતો ટેસ્ટી અને હેલ્થી સૂપ. Nigam Thakkar Recipes -
મસાલા મૂરી
#goldenapron2# ઓરિસ્સા ની આ પ્રખ્યાત ફૂડ છે વધારે દરીયા કિનારે ફરવા ના સ્થળે મળે છે અને તેનો સ્વાદ પણ બહું જ સરસ આવે છે. Thakar asha -
નાયલોન પૌંઆનો ચેવડો
#હોળી#goldenapron3Week8Puzzle Word - Peanutહોળીનાં દિવસે સવારે દરેકનાં ઘરમાં ઠંડુ ખાવાનો રિવાજ હોય છે તેમાં ધાણી, મમરા, પૌંઆ, સીંગ, ચણા, ખજૂર વગેરે દરેકનાં ઘરમાં ખવાતા હોય છે. આજે હું નાયલોન પૌંઆનો ચેવડો બનાવવાની રેસિપી પોસ્ટ કરું છું, જે આમ તો સિમ્પલ રેસિપી છે પણ ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે તેમનાં હાથે ચેવડો સારો નથી બનતો તો આજે હું અમુક ટીપ્સ સાથે રેસિપી પોસ્ટ કરું છું જેથી ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ગુજરાતી ખાટી કઢી
#મિલ્કી #માઇલંચ #goldenapron3 week10 puzzle word - Curd, Haldi કઢી ઘણા બધા પ્રકારની બનતી હોય છે, આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી કઢી જે ખીચડી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
દહીંની ચટણી
#મિલ્કી આપણે રોજબરોજ ફરસાણ સાથે તથા જમવાની સાથે વિવિધ પ્રકારની ચટણી ખાતા જ હોઈએ છીએ, તો આજે આપણે શીખીશું એકદમ ઝડપથી બની જાય તેવી સ્વાદિષ્ટ દહીંની ચટણી. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
દહીંવાલે આલુ (ફરાળી)
#મિલ્કી આજે અગિયારસ છે તે નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. અગિયારસનાં દિવસે આપણે ફરાળમાં સૂકી ભાજી બનાવતા હોઈએ છીએ તો આજે મેં સૂકી ભાજીમાં થોડું ટ્વીસ્ટ કરીને દહીંવાલે આલુ બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
સોલ્ટી ચીઝ રવા નગ્ગેટસ (Salty Cheese Rava Nuggets Recipe In Gujarati)
વરસાદની સીઝન છે અને એમાં આપણને કાંઈ ચીઝી ખાવાનું મન થાય છે તો ચાલો આજે આપણે ચીઝી અને સોલ્ટી ચીઝ રવા નગ્ગેટસ બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. અને બધાને વરસાદની સિઝનમાં આ વાનગી બહુજ ભાવશે. તો ચાલો આજે આપણે સોલ્ટી ચીઝ રવા નગેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3#flavour1 Nayana Pandya -
લીલા ચણાની કઢી
#મિલ્કી શિયાળામાં આપણે લીલા ચણાને શેકીને તો ખાતા જ હોઈએ છે આ સિવાય તેમાંથી શાક પણ બનાવતા હોઈએ છીએ તો આજે આપણે બનાવીશું લીલા ચણાની કઢી જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
દાળ ઢોકળી
#ટ્રેડિશનલ#goldenapron3Week8Puzzle Word - Peanutદાળ ઢોકળીએ દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી એક વાનગી છે. ઘણાનાં ઘરમાં સવારે દાળ બનાવી હોય અને જો વધે તો સાંજે દાળ ઢોકળી બનાવતા હોય છે તો ઘણા દર રવિવારે સવારે બનાવતા હોય છે. દાળ ઢોકળીએ ગુજરાતની સાથે-સાથે રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં પણ બનાવવામાં આવે છે. એવું કહેવાય છે કે રાજસ્થાની મારવાડી લોકોએ જ્યારે રોજગાર માટે ગુજરાત સ્થળાંતર કર્યું ત્યારે આ વાનગી તેમની સાથે લઈને આવ્યા તેથી તે ગુજરાતની સાથે-સાથે રાજસ્થાનમાં પણ પ્રસિદ્ધ છે. મહારાષ્ટ્રમાં તેને वरण फळ / चकोल्या તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે ગુજરાતની રીત મુજબ બનતી દાળ ઢોકળી બનાવતા શીખીશું તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
વેજ. ચીઝ કોર્ન ચાટ
#મિલ્કી આપણે મૂવી જોવા જઈએ ત્યારે ઈન્ટરવલમાં કોર્ન મસાલા ચાટ ખાઈએ છીએ. અમદાવાદમાં લો ગાર્ડન પાસે સ્ટ્રીટ પર પણ આ કોર્ન ચાટ ખૂબ જ ટેસ્ટી મળે છે. જે લીંબુ મસાલા, બટર મસાલા, ચીઝ કોર્ન મસાલા જેવી અલગ-અલગ પ્રકારની મળતી હોય છે. આજે આપણે શીખીશું વેજ. ચીઝ કોર્ન ચાટ જે ખૂબ જ ચટપટી તથા સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
દેશી ચણા નાં સ્ટફડ પરાઠા
આ એક હેલ્થી અને સ્વાદિષ્ટ વાનગી છે. મોટા ભાગે આલુ, ગોબી, પનીર એ બધા પરાઠા વધારે બનાવતા હોઈએ છે. આ એક અલગ પ્રકાર નું સ્ટફિંગ છે આશા કરું છુ કે પસંદ આવશે. Disha Prashant Chavda -
વેજ ત્રીપલ સેઝવાન ફ્રાઈડ રાઈસ
#રાઈસ #ફયુઝન ગુજરાતી અને ચાઇનીઝ નું આ રાઈસ બનાવવામાં થોડી મહેનત થાય છે પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને યમ્મી લાગે છે.. બાળકોને તો ખૂબ જ પસંદ હોય છે ચટપટી રેસિપી.. Kala Ramoliya -
-
વેજ આમલેટ
#લીલી તેમાં મેથી અને મરચાં નો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. તેમજ લંચમાં બાળકોને પણ ખુબ જ પસંદ આવશે. અને આ રેસિપી ખૂબ જ ઝટપટ બની જાય છે Kala Ramoliya -
લેમન કોરીએન્ડર વેજીટેબલ સૂપ
#સ્ટાર્ટ આ સૂપ ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી તેમજ ડાયેટ માં પણ લઇ શકાય છે. તેમજ આ સૂપમાં કોઈ વધુ મસાલા પણ નથી પડતા તો હેલ્થ માટે ખૂબ જ સારું છે Kala Ramoliya -
ઘઉં નાં ફાડા નો પુલાવ
#ડિનર#સ્ટારઆપણે લગભગ પુલાવ ચોખા નો જ બનાવીએ છે. ડાયાબિટીસ વાળી વ્યક્તિ માટે આ પુલાવ બનાવી શકાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
મિક્ષ. વેજ ફાડા ખીચડી
#કૂકર #indiaવિવિધ પ્રકારના શાકભાજી તથા ઘઉંના ફાડામાંથી બનતી સ્વાદિષ્ટ અને હેલ્થી ખીચડી. Nigam Thakkar Recipes -
ઇન્દોરી પૌઆ
મધ્ય પ્રદેશ ના ઇન્દોર માં પૌઆ જલેબી ખૂબ પ્રખ્યાત.સવારે કે સાંજે હળવો નાસ્તો એટલે પૌંઆ. સ્વાદ માં બેસ્ટ અને ખૂબ જ અોછા તેલ માં બનતી વાનગી.ઇન્દોર માં પૌઆ માં એક ખાસ મસાલો ઉમેરવામાં આવે છે જેને જીરાવન કહે છે.#વેસ્ટ#cookpadgujrati#cookpadindia#india 2020 Bansi Chotaliya Chavda
More Recipes
ટિપ્પણીઓ (2)