વઘારેલી મિક્સ દાળ ખીચડી

Jagruti Desai
Jagruti Desai @cook_21979039
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 1 નાની વાટકીચોખા
  2. 1મુઠ્ઠી ચણા દાળ
  3. 1મુઠ્ઠી તુવેર દાળ
  4. 1મુઠ્ઠી મગ છડી દાળ
  5. 1મુઠ્ઠી મગ ફાડા
  6. 2 ચમચીસીંગદાણા
  7. 2 ચમચીસફેદ તલ
  8. 1 નંગડુંગળી
  9. 1 નંગબટાકા
  10. 1 નંગટમેટા
  11. 1 નાની વાટકીસમારેલી કોબીજ
  12. 1 નાની વાટકીસમારેલી દૂધી
  13. 1સૂકું લાલ મરચું
  14. ૫/૬ મીઠાં લીમડાના પાન
  15. 1 નાની વાટકીબારીક સમારેલી કોથમીર
  16. 2 નાની ચમચીદેશી ઘી
  17. 2 ચમચીતેલ
  18. ૧/૨ ચમચી રાઈ
  19. 1 ચુટકીહિંગ
  20. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખીચડી બનાવવા માટે સૌ પ્રથમ ચોખા તેમજ બધી દાળ તૈયાર કરી લ્યો,

  2. 2

    હવે એક બાઉલ માં બધું મિક્સ કરી લો,

  3. 3

    અને તેને ધોઈ ને ગરમ પાણી માં અડધો કલાક સુધી પલાળી રાખો,

  4. 4

    ત્યારબાદ કુકર માં ઘી તેમજ તેલ ગરમ કરો અને તેમાં હિંગ,રાઈ અને સૂકું લાલ મરચું તથા મીઠા લીમડા ના પાન નાખી વઘાર કરો,

  5. 5

    ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરો અને તેને સેજ વાર સાંતળો પછી તેમાં બધાં સમારેલાં શાકભાજી નાખી દયો

  6. 6
  7. 7

    ઉપર દર્શાવેલ બધી જ વસ્તુઓ નાખી બે મિનિટ સુધી સાંતળો

  8. 8

    પછી પલાળેલા ચોખા અને દાળ તેમાં ઉમેરી દયો અને માપ પ્રમાણે મીઠું,મરચું, હળદર,અને પાણી નાખી દયો

  9. 9

    બધું સરખી રીતે હલાવી લ્યો અને તેમાં થોડી કોથમીર નાખી દો

  10. 10

    હવે ધીમા તાપે ચડવા દો અને ૩ સિટી વગાડો..કુકર ઠંડુ થાય એટલે તેમાં ઉપર બારીક સમારેલી કોથમીર ભભરાવી દો

  11. 11

    લીલાં મરચાં અને કાચી ડુંગળી મૂકી ડેકોરેશન કરો,

  12. 12

    તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મિક્સ દાળ અને મિક્સ શાકભાજી ની વઘારેલી ખીચડી...આ ખીચડી ને દહીં અને અથાણાં સાથે સર્વ કરો,

  13. 13

    તમે પણ જરૂર આ ખીચડી બનાવવા ની ટ્રાય કરજો..ગરમ ગરમ પીરસો ખૂબ મજા આવશે....આભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Desai
Jagruti Desai @cook_21979039
પર

ટિપ્પણીઓ

Similar Recipes