અમૃતસરી  છોલે

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#goldenapron3
#week -14
#chana
પંજાબના ફેમસ અમૃતસરી છોલે એટલે કે પિંડી છોલે એ ખૂબ જ ફેમસ હોય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે તેને ભટુરે સાથે અથવા તો કુલચા સાથે કે નાન કે પરોઠા સાથે અથવા રાઈસ સાથે પણ તમે ખાઈ શકો

અમૃતસરી  છોલે

#goldenapron3
#week -14
#chana
પંજાબના ફેમસ અમૃતસરી છોલે એટલે કે પિંડી છોલે એ ખૂબ જ ફેમસ હોય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે તેને ભટુરે સાથે અથવા તો કુલચા સાથે કે નાન કે પરોઠા સાથે અથવા રાઈસ સાથે પણ તમે ખાઈ શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપસફેદ ચણા
  2. ચપટીબેકિંગ સોડા
  3. 1મોટી ડુંગરી સમારેલી
  4. 2ટામેટા સમારેલા
  5. 8-10લસણ ની કળી
  6. 1 ઇંચઆદુ નો ટુકડો
  7. 2 ચમચીઘી
  8. 1 ચમચીતેલ
  9. 1/2 ચમચીજીરું
  10. 1તેજ પત્તુ
  11. ચપતિ હિંગ
  12. 1 મોટી ચમચીલાલ મરચું પાવડર
  13. 1/2 ચમચીહળદર
  14. 1 નાની ચમચીસેકેલા જીરા નો પાવડર
  15. 1 નાની ચમચીઅનારદાના પાવડર
  16. 1 મોટી ચમચીછોલે મસાલો
  17. 1 મોટી ચમચીટોમેટો પ્યૂરી
  18. સ્વાદ મુજબ મીઠું
  19. #મસાલાની પોટલી માટે
  20. 1 ચમચીચા
  21. 1 ઇંચતજ નો ટુકડો
  22. 1મોટી ઈલાયચી
  23. 4લવિંગ
  24. 6મરી
  25. 1ચકરફુલ
  26. ટુકડોસફેદ કપડાનો
  27. ગાર્નીસ માટે
  28. આદુ જુલિયન કટિંગ કરેલું
  29. 2લીલા મરચાં ની સ્લાઈસ
  30. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચણાને સરસ ધોઈને આખી રાત અથવા તો પાંચ થી છ કલાક પલાળીને રાખવા

  2. 2

    સફેદ કપડાં ના ટુકડા માં તજ લવિંગ મરી ચક્રઃફુલ એલચી અને ચા નાખીને પોટલી બનાવી લો

  3. 3

    ચણા સરસ પલળી જાય એટલે એને કુકર માં લઇ લેવા તેમાં સ્વાદ મુજબ મીઠું બેકિંગ સોડા અને મસાલા ની પોટલી બનાવીને નાખવી અને મધ્યમ તાપ પર ચાર સીટી મારીને ચણા ને બાફી લેવા

  4. 4

    ત્યારબાદ ડુંગરી લસણ અને આદુની મિક્સરમાં પેસ્ટ બનાવી એ જ રીતે મિક્સર જારમાં ટામેટાની પેસ્ટ બનાવી લો

  5. 5

    ચણા નો વઘાર કરવા એક પેનને ગરમ કરો તેમાં ઘી અને તેલ નાખી અને ઘી તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખવાનું જીરું તતડી જાય એટલે તેજ પતુ નાખો ચપટી હિંગ નાખો અને ડુંગળી આદુ લસણની પેસ્ટ નાખો અને એને ગોલ્ડન થાય ત્યાં સુધી એને સાંતળી લો

  6. 6

    ડુંગરી ગોલ્ડન થાય એટલે એમાં હળદર લાલ મરચું અનારદાના પાવડર શેકેલા જીરાનો પાવડર અને છોલે મસાલા મીઠું નાખીને એક મિનીટ માટે સાંતળી લેવું

  7. 7

    ત્યારબાદ ટામેટાની પેસ્ટ નાખો અને તેલ છૂટું પડે ત્યાં સુધી એને કુક કરી લો
    સતત હલાવતા એને મીડીયમ ફ્લેમ પર તેલ છૂટું પડવા લાગે ત્યારે તેમાં ટોમેટો પ્યુરી નાખો અને એક મિનિટ માટે એને કુક કરી લો

  8. 8

    એક મિનિટ પછી તેમાં બાફેલા ચણા નાખો પોટલી કાઢી લેવાની છે અને એને મીડીયમ ફ્લેમ પર ઢાંકીને ચણાની ગ્રેવી ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી એને કુક કરી લો

  9. 9

    ચણા સરસ મિક્સ થઇ જાય અને ગ્રેવી ઘટ્ટ થઈ જાય એટલે એમાં લાંબી સ્લાઈસ માં સમારેલું આદુઅને મરચાની લાંબી ચીરી કાપી નાખો ગેસ ની ફ્લેમ બન્ધ કરી ને ગરમ ગરમ છોલે ને સેર્વિંગ પ્લેટ માં સર્વ કરો ઉપર આદુ અને મરચાં ની સ્લાઈસ અને ધાણા થી ગાર્નીસ કરી ભટુરે સાથે કે કુલચા સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

ટિપ્પણીઓ

Similar Recipes