અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ
#નોર્થ_પોસ્ટ_2
છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે.

અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)

#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ
#નોર્થ_પોસ્ટ_2
છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ થી ૪૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. 🎯 છોલે ચણા બાફવા ના ઘટકો :--
  2. 1 નંગમોટી ઈલાયચી
  3. 6-7 નંગકાળા મરી
  4. 3 નંગલીલી ઈલાયચી
  5. 1 નંગતજ નો ટુકડો
  6. 4 નંગલવિંગ
  7. 1 નંગતમાલપત્ર
  8. 4 નંગસૂકા આંબળા
  9. 1 ટેબલ સ્પૂનચા ની ભુકી
  10. 1 કપકાબુલી (છોલે) ચણા
  11. 1/2 ટી સ્પૂનબેકિંગ સોડા
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 3 કપપાણી
  14. 🎯 છોલે વઘાર ના ઘટકો :--
  15. 5 ટેબલ સ્પૂનતેલ
  16. 1 ટી સ્પૂનઅજમો
  17. 1/2 ટી સ્પૂનઝીણું સમારેલું લસણ
  18. 1/2 ટી સ્પૂનઝીણું સમારેલું આદુ
  19. 1 કપજીની સમારેલી ડુંગળી
  20. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર
  21. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  22. 1.5 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  23. 1 ટી સ્પૂનછોલે મસાલા
  24. 1 કપફ્રેશ ટોમેટો પ્યુરી
  25. મીઠું સ્વાદ અનુસાર
  26. 1/2 ટી સ્પૂનકસૂરી મેથી
  27. 1/2 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  28. 2 મોટા ચમચાછોલે ચણા બાફેલું પાણી
  29. 👉 ગાર્નિશ માટે :-- લીલી કોથમીર ના પાન, લીલું મરચું અને લીંબુ
  30. 🎯 ભટુરે ના ઘટકો :--
  31. 2 કપમેંદો
  32. 2 ટેબલ સ્પૂનસોજી
  33. મીઠું સ્વાદ અનુસાર
  34. 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા
  35. 1/4 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  36. 2 ટી સ્પૂનખાંડ
  37. 2 ટેબલ સ્પૂનદહીં
  38. પાણી જરૂર મુજબ
  39. તળવા માટે તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૫ થી ૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મલમલ નું કપડું લઈ તેમાં મોટી ઈલાયચી, કાળા મરી, લીલી ઈલાયચી, તજ, લવિંગ, તમાલપત્ર, સૂકા આંબળા, ચા ની ભુકી ઉમેરી તેની પોટલી બાંધી પ્રેશર કુકર માં ઉમેરો. હવે એમાં છોલે ચણા, બેકિંગ સોડા, મીઠું અને પાણી ઉમેરી મીડીયમ ગેસ ની આંચ પર 4 થી 5 સિટી વગાડી ચણા બાફી લો.

  2. 2

    હવે ચણા નું કૂકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે ભટુરે નો લોટ બાંધીશું. એની માટે એક મોટા બાઉલમાં મેંદો, સોજી, મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, ખાંડ અને દહીં ઉમેરી બરાબર મિક્સ તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ બાંધી લો. આ લોટ ને બરાબર ગુંદી લો જ્યાં સુધી લોટમાં લચીલાપણું ના આવી જાય. હવે આ લોટ પર થોડું તેલ લગાવી 2 કલાક ઢાંકી ને મૂકી રાખો.

  3. 3

    હવે છોલે ચણા વઘારિશું. એની માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં અજમો, જીણું સમારેલું લસણ, જીણું સમારેલું આદુ અને જીની સમારેલી ડુંગળી ઉમેરી મિક્સ કરી ગેસ ની મીડી યમ આંચ પર ડુંગળી નો કલર લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સોતે કરી લો.

  4. 4

    તે પછી આમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર અને છોલે મસાલા ઉમેરી મિક્સ કરી સોતે કરી લો.

  5. 5

    હવે આમાં ફ્રેશ ટોમેટો પ્યુરી અને મીઠું ઉમેરી મિક્સ કરી થોડી વાર માટે સોટ તે કરી લો. હવે તેમાં કસૂરી મેથી અને આમચૂર પાઉડર ઉમેરી મિક્સ કરી સોતે કરી લો. હવે આમાં બાફેલા છોલે ચણા ઉમેરી મિક્સ કરી તેમાં છોલે બાફેલું પાણી ઉમેરી સ્લો ગેસ ની આંચ પર 15 મિનિટ માટે ઢાંકણ ઢાંકી કૂક કરી લો.

  6. 6

    હવે ભટુરે ના લોટ ને થોડો મસળી તેના એકસરખા લુઆ બનાવી ગોળા બનાવી લો. હવે પાટલી પર તેલ લગાવી હલકા હાથથી પૂરી વણી લો. ને ગરમ તેલમાં ચમચા થી દબાવી ને તળી લો.

  7. 7

    હવે આપણા એકદમ સ્ટ્રીટ સ્ટાઈલ માં અમૃત્સરી પંજાબી છોલે ભટુરે તૈયાર છે સર્વ કરવા માટે...આ છોલે ને લીલી કોથમીર ના પાન થી ગાર્નિશ કરો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes