કેસર પિસ્તા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)

Dharmeshree Joshi
Dharmeshree Joshi @cook_22533563

કેસર પિસ્તા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લિટર અમૂલ દૂધ
  2. 15કેસર ની સલી
  3. 2 ચમચીકન્ડેન્સ્ડ મિલ્ક (કોઈપણ)
  4. 2 ચમચીમિલ્ક પાઉડર
  5. 2મીડિયમ વાટકી ખાંડ
  6. 4 ચમચીપિસ્તા, કાજુ, બદામ ની કતરી
  7. 1 ચમચીએવરેસ્ટ કેસરી મિલ્ક મસાલા
  8. 2 ચમચીકસ્ટાર્ડ પાઉડર
  9. 2મોટી વાટકી મલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મોટા વાસણમાં દૂધ ઉકળવા મૂકવું તેમાં ખાંડ નાખવી અને કેસર ને એક અલગ વાટકી માં થોડું દૂધ લઇ તેમાં ઘોળી ને નાખવું ત્યારબાદ તેમાં મલાઈ, કન્ડેન્સ્ડ મિલ્ક, મિલ્ક પાઉડર, કસ્ટાર્ડ પાઉડર, કાજુ બદામ અને પીસ્તા ની કતરણ ઉમેરી મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ દૂધ લીટર માંથી પોણા લીટર દૂધ બચ્ચે એટલું ઉકળવા દો અને તવીથા ની મદદ થી ખુબજ સરસ રીતે નીચે બેસે નહિ તે રીતે મિક્સ કરીને હલાવતા રેહવું

  3. 3

    ત્યારબાદ તેને ચેક કરવા માટે તવિથા ઉપર ફોટો માં બતાવેલું છે તેવું ઘાટું મલાઈદાર જણાય તો ગેસ બંધ કરી દો અને તેને ઠારવા મૂકી દો પછી તેને કુલ્ફી મેકર માં ભરી ઉપર થી કવર કરી દો અને એક સડી વચ્ચે લગાવી દો (જો તમારી પાસે કુલ્ફિ મેકર ના હોઈ તો તમે ગ્લાસ માં કે પછી નાની ચા ની પ્યાલીઓ માં પણ બનાવી શકો છો).. ત્યારબાદ તેને ફ્રીઝર માં 5 કલાક માટે મૂકી દો

  4. 4

    ત્યાર પછી તેને એક પ્લેટ માં કાઢી ને તેના પર પીસ્તા ની કતરણ ભભરાવી સર્વ કરો..તૈયાર છે...તમારી સમર સ્પેશિયલ કેસર પિસ્તા કુલ્ફી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dharmeshree Joshi
Dharmeshree Joshi @cook_22533563
પર

ટિપ્પણીઓ

Similar Recipes