ગાર્લિક ખીચું (Garlic Khichu Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપચોખાનો લોટ
  2. 2 કપપાણી
  3. 1 ચમચીલીલા મરચાંની પેસ્ટ
  4. 1/2લસણની પેસ્ટ
  5. 1 ચમચીતલ
  6. 1/2 ચમચીજીરું
  7. 1/4 ચમચીઅજમો
  8. 1/4ખાવાનો સોડા
  9. મીઠું સ્વાદ મુજબ
  10. સર્વ કરવાં માટે
  11. અથાણાં મસાલો
  12. તેલ

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    એક પેનમાં 2 કપ પાણી ઉકળવા મૂકો. પાણી ઉકળે ત્યાં સુધી બધી સામગ્રી ભેગી કરી પાણી માં મીઠું,અજમો,તલ અને જીરું ઉમેરી ઉકળવા દો.

  2. 2

    5 થી 10 મિનિટ પાણી ઉકળે પછી લીલા મરચાં અને લસણ ઉમેરી હલાવી ખાવાનો સોડા ઉમેરી ચોખાનો લોટ ધીરે ધીરે ઉમેરી હલાવતા જવુ.મીક્ષ કરતી વખતે ગેસ સ્લો કરી દેવું.

  3. 3

    બરાબર મીક્ષ થઈ જાય પછી એક રૂમાલ ભીનો કરી લોટ ઉપર ઢાંકીને 10 મિનિટ સ્લો ગેસ પર થવાં દેવું.ગેસ બંધ કરી 10 મિનિટ પછી સર્વ કરો.

  4. 4

    સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર અથાણાં મસાલો અને થોડું તેલ ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

Similar Recipes