ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#CB9
#week9
લગભગ દરેક ગુજરાતી ના ઘરમાં ખીચું બનતું હોય છે. શિયાળા ના દિવસો માં ગરમા ગરમ ખીચું ખાવાની મજા આવે છે. ખીચું અલગ અલગ અનાજ માંથી બનાવી શકાય છે. જેવા કે ઘઉં , મકાઈ, જુવાર અને મૂગ ની દાળ માંથી બનાવી શકાય છે. ખીચું ડીનર માં લઇ શકાય છે . તે પચવામાં ખૂબ જ સરળ છે.
અહીં મેં ગ્રીન પેસ્ટ એડ કરીને ખીચું બનાવ્યું છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપચોખા નો લોટ
  2. 2 કપપાણી
  3. 1 ચમચીશેકેલું જીરું
  4. 1 ચમચીતલ
  5. 1/2 ચમચીપાપડિયો ખારો
  6. ચપટીહિંગ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ગ્રીન પેસ્ટ બનાવવાં માટે :
  9. 2 ચમચીફુદીનો સમારેલો
  10. 4 ચમચીલીલું લસણ સમારેલું
  11. 4 ચમચીલીલી ડુંગળી ના પાન સમારેલા
  12. 4 નંગલીલાં મરચાં સમારેલાં
  13. સર્વ કરવા માટે :
  14. તેલ
  15. આચાર મસાલો

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકી તેમાં જીરું, તલ, મીઠું, પાપડીયો ખારો અને હિંગ એડ કરીને ઉકળવા મુકો.

  2. 2

    મિકસર જાર માં લીલા મરચા, ફુદીનો, લીલુ લસણ અને લીલી ડુંગળી ના પાન એડ કરી પેસ્ટ બનાવી લો.

  3. 3

    પાણી બરાબર ઉકળી જાય પછી તેમાં ગ્રીન પેસ્ટ એડ કરો પછી તેમાં ચોખા નો લોટ એડ કરીને વેલણ થી બરાબર મિક્સ કરીને હલાવી લો. ગેસ ઓફ કરી લો.

  4. 4

    પછી તેલવાળા હાથ કરીને બરાબર મિક્સ કરી ને લોટ બાંધી લો. તેમાથી બોલ્સ બનાવી વચ્ચે કાણું કરીને સ્ટીમર માં 15 મિનિટ માટે સ્ટીમ કરી લો. 15 મિનિટ પછી ગ્રીન ખીચું રેડી છે.

  5. 5

    ગરમા ગરમ ગ્રીન ખીચું ને તેલ અને આચાર મસાલા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ (28)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
Superb.. Loved it.. Looks so delicious.. 😋😋😋

Similar Recipes