ભીંડાનું ક્રિસ્પી શાક (Bhinda Nu Crispy Shaak Recipe in Gujarati

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#goldenapron3 week15

આજે હું ભીંડાનાં શાકની રેસિપી પોસ્ટ કરું છું. ઘણા લોકો ભીંડાનું શાક બનાવે તો તે ચીકણું પડી જાય છે, જો આ રીતે બનાવશો તો સરસ ક્રિસ્પી બનશે.

ભીંડાનું ક્રિસ્પી શાક (Bhinda Nu Crispy Shaak Recipe in Gujarati

#goldenapron3 week15

આજે હું ભીંડાનાં શાકની રેસિપી પોસ્ટ કરું છું. ઘણા લોકો ભીંડાનું શાક બનાવે તો તે ચીકણું પડી જાય છે, જો આ રીતે બનાવશો તો સરસ ક્રિસ્પી બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
૫ વ્યક્તિ
  1. 500 ગ્રામભીંડા
  2. 5 મોટી ચમચીતેલ
  3. 1 ચમચીજીરું
  4. 1/4 ચમચીહીંગ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભીંડાને ધોઈને તેને કોટન કપડા વડે લૂછી લો. ભીંડા એકદમ જાડા હોય તેવાં ન લેવા. કુમળા ભીંડા હશે તો તેમાં બી નાના હશે તો શાક વધુ સારું બનશે. ભીંડાને ગોળ સમારી લો.

  2. 2

    એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હીંગ ઉમેરો, જીરું તતડે પછી તેમાં સમારેલા ભીંડા ઉમેરી એકદમ ધીમી આંચે તેને 10 મિનિટ પકાવો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી નીચે ચોંટી ન જાય. ઢાંકણ ઢાંકવું નહિ.

  3. 3

    10 મિનિટ પછી ભીંડા તેલમાં ચડીને ક્રિસ્પી થાય ત્યારબાદ તેમાં મીઠું, હળદર અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી 5 મિનિટ સુધી કુક થવા દો. તેમાં લીંબુનો રસ ઉમેરો અને મિક્સ કરો. લીંબુનાં રસનાં કારણે ભીંડાની ચીકાશ હશે તે ઓછી થઈ જશે.

  4. 4

    ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરો. તૈયાર ભીંડાનાં શાકને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

Similar Recipes