ક્રિસ્પી ભીંડી મસાલા (Crispy Bhindi Masala Recipe In Gujarati)

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
Surat, Gujarat, India

#EB
#WEEK1
#cookpadindia
#bhindi

હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ??
આશા છે મજામાં હશો!!!

આજે મેં અહીંયા એ બુકના ફસ્ટ વિક માટે ભીંડી નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ભીંડા અમારા ઘરમાં બધા ના સૌથી પ્રિય છે, ખાસ કરીને મારા દીકરાને ભીંડા ખૂબ જ ભાવે છે. ભીંડા અને રોજ પણ બનાવી આપો ને તો પણ એ ના નઈ પાડે.

આજે અહીંયા ભીંડાને તળીને એનું શાક બનાવ્યું છે. જનરલી અહીંયા સાઉથ ગુજરાતના રસોઇયાઓ પ્રસંગોમાં બનાવતા હોય છે. એક ગ્રેવીવાળું શાક અને જે બીજું કોરું શાક બનાવવામાં આવે છે એમાં ભીંડાને ફ્રાય કરીને શાક બનાવે છે.

તો ચાલો આજે આપણે અહીંયા ભીંડા ની ક્રિસ્પી સબ્જી ની રેસિપી જોઈ લઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૨-૩ વ્યક્તિઓ માટે
  1. 250 ગ્રામ- ભીંડા
  2. તળવા માટે સીંગતેલ
  3. 1/2 ચમચી હળદર પાઉડર
  4. 1 ટેબલસ્પૂન- સિંગદાણાનો ભૂકો
  5. 1 ટેબલસ્પૂન- સફેદ તલ
  6. 1 ટેબલસ્પૂન- આખી ખાંડ
  7. અડધા લીંબુનો રસ
  8. 1 ટેબલ સ્પૂન- લાલ મરચું પાઉડર
  9. 1 ટેબલ સ્પૂન- ધાણાજીરું પાઉડર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. જરૂર મુજબ લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભીંડાને ધોઈને કાપડ પર કોરા કરી લેવા. હવે ફોટા માં બતાવ્યા મુજબ ભીંડાને લાંબા-લાંબા કટ કરી લેવા. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. હવે બધા ભીંડાને મધ્યમ ગેસ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

  2. 2

    હવે એક મોટા બાઉલમાં ટીશ્યુ પેપર રાખીને બધા ભીંડા ને તળી ને કાઢી લેવા. ભીંડાને તેલમાં તળવા થી ચિકાશ આપોઆપ નિકળી જાય છે. હવે ફોટા માં બતાવ્યાં મુજબ બધા મસાલાને એક પ્લેટમાં તૈયાર કરી લેવા. મરચું,મીઠું,ધાણાજીરું, તલ, સિંગદાણાનો ભૂકો, ખાંડ અને લીંબુના રસને ભીંડા ની અંદર ઉમેરી દો.

  3. 3

    બધા મસાલાને બરાબર ભીંડામાં મિક્સ કરીને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી દો. તો રેડી છે ક્રિસ્પી ભીંડી મસાલા......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
પર
Surat, Gujarat, India

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes