ભરેલા ભીંડાનું શાક

બધા શાકભાજીમાં ભીંડા એ મારું પ્રિય શાક છે. આજે આપણે ભરેલા ભીંડાનું શાક ભર્યા વગર બનાવીશું. સવાર-સવારમાં જોબ પર જવાનું હોય ટીફીન તૈયાર કરવાના હોય તો ભીંડા ભરવાનો સમય ઘણીવાર નથી મળતો. આ શાક ભર્યા વગર બનાવીશું તો પણ ભરેલા જેટલું જ સ્વાદિષ્ટ બનશે.
ભરેલા ભીંડાનું શાક
બધા શાકભાજીમાં ભીંડા એ મારું પ્રિય શાક છે. આજે આપણે ભરેલા ભીંડાનું શાક ભર્યા વગર બનાવીશું. સવાર-સવારમાં જોબ પર જવાનું હોય ટીફીન તૈયાર કરવાના હોય તો ભીંડા ભરવાનો સમય ઘણીવાર નથી મળતો. આ શાક ભર્યા વગર બનાવીશું તો પણ ભરેલા જેટલું જ સ્વાદિષ્ટ બનશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડાને પાણીથી ધોઈને કોટન કપડા વડે લૂછીને કોરા કરી લો. માર્કેટમાંથી ભીંડા લાવો ત્યારે વીણીને કૂણા ભીંડા હોય તેવા લેવા, જો પાકટ મોટા બી વાળા ભીંડા હોય તો તેનું શાક ખાવાની મજા નથી આવતી. ત્યારબાદ ભીંડાના આગળનાં ડીંટા તથા પાછળનો અણીદાર ભાગ કાપી લેવો. ભીંડાનાં આગળનાં ભાગમાં બે ઉભા કાપા કરો. જો ભીંડા મોટી સાઈઝનાં હોય તો કાપીને બે ભાગ કરી પછી કાપા કરવા.
- 2
એક ફ્રાયપેનમાં તેલ ગરમ કરવા મૂકો, તેલ સરખું ગરમ થાય પછી તેમાં વઘાર માટે જીરું તથા હીંગ ઉમેરી જીરું તતડે પછી તેમાં તૈયાર કરેલા ભીંડા ઉમેરો. તેમાં ઉપરથી હળદર, લાલ મરચું, ધાણાજીરું તથા મીઠું ઉમેરી મિક્સ કરો. આ શાકમાં મીઠું પ્રમાણસર ઉમેરવું કારણકે ભીંડા શોષવાઈ જાય તો વધારે મીઠું હોય તો શાક ખારૂ થઈ જાય, ૫૦૦ ગ્રામ ભીંડા હોય તો ૧ ચમચી મીઠું ઉમેરવું. ધીમા તાપે ઢાંકણ ઢાંકીને ૧૫ મિનિટ શાકને પકાવો.
- 3
તેલ છૂટશે અને બધો મસાલો એકરસ થઈને ભીંડામાં ભળી જશે એટલે શાક તૈયાર થઈ જશે. ગેસ બંધ કરીને તૈયાર શાકને ગરમાગરમ રોટલી સાથે સર્વ કરો. તો તૈયાર છે ભરેલા ભીંડાનું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આચારી ભરેલા ભીંડા નું શાક
#goldenapron#post-16જો તમે નોર્મલ ભરેલા ભીંડા નું શાક ખાઈને કંટાળ્યા હોય તો આચારી ભરેલા ભીંડા નું શાક એક વખત ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ વ્યંજન છે આજે આપણે આચરી ભરેલા ભીંડા નું શાક બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ છે અને ફટાફટ પણ બની જાય છે Bhumi Premlani -
ભરેલા ચણાના લોટથી દહીં ભીંડા નું શાક (stuffed bhindi recipe in Gujarati)
#મોમમારી મમ્મીનો ફેવરિટ ભીંડા નું શાક અને તેમાં પણ ચણાના લોટથી ભરીને બનાવીએ ગઈ સાથે ત્યાં તો બહુ જ ફેવરિટ તમારા મમ્મી માટે મેં ચણાના લોટથી ભરેલ ભીંડાનું શાક બનાવ્યું છે. Pinky Jain -
ચોળી તૂરિયાનું શાક
#લીલીપીળીઘણા લોકોને તૂરિયાનું શાક નથી ભાવતું હોતું પણ જો આ રીતે ચોળી સાથે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તૂરિયાએ ઘણા રોગોનો રામબાણ ઈલાજ કરતું શાકભાજી છે. Nigam Thakkar Recipes -
-
ભીંડાનું ક્રિસ્પી શાક (Bhinda Nu Crispy Shaak Recipe in Gujarati
#goldenapron3 week15આજે હું ભીંડાનાં શાકની રેસિપી પોસ્ટ કરું છું. ઘણા લોકો ભીંડાનું શાક બનાવે તો તે ચીકણું પડી જાય છે, જો આ રીતે બનાવશો તો સરસ ક્રિસ્પી બનશે. Nigam Thakkar Recipes -
ભીંડા બટાકા નું શાક ( Ladies finger potato subji Recipe in guja
#CookpadIndia#RB4#Week4મોટાભાગે ભીંડા નું શાક બાળકો નું ફેવરીટ શાક હોય છે . ભીંડા નું શાક અલગ અલગ પ્રકાર નું બનતું હોય છે. ભરેલા ભીંડા , પંજાબી ભીંડી, કાજુ ભીંડા , કુરકુરી ભીંડી. અહી મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ભરેલા ભીંડા (Bharelaa Bhinda Recpi In Gujarati)
ભીંડા ને ભર્યા વિના ભરેલું ભીંડા નુ શાક Sonal Pathak -
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાકચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
-
સેવ ટામેટાનું શાક
#જૈનઆ શાક આપણા ગુજરાતીઓ માટે એકદમ કોમન છે. આમ તો બધા લોકો આ શાક કાંદા-લસણ, આદુ-મરચાંની પેસ્ટ, ગરમ મસાલો નાખીને બનાવતા હોય છે. પણ અમે કાંદા-લસણ ખાતા નથી એટલે અલગ રીતે બનાવ્યું છે. Nigam Thakkar Recipes -
રીંગણ બટાકાનું શાક
#ટ્રેડિશનલઆજથી ટ્રેડિશનલ રેસિપી કોન્ટેસ્ટ શરૂ થયો છે. તો આજે હું પોસ્ટ કરું છું મારું પ્રિય રીંગણ બટાકાનું શાક જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે. ખીચડી સાથે ચોળીને ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
સાતમ સ્પેશિયલ ભીંડા નું શાક (Satam Special Bhinda Shak Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી શીતળા સાતમે ના દિવસે ઠંડું ભોજન(આગલે દિવસે બનાવેલ) જમવામાં લેવામાં આવે છે.ટાઢી સાતમ સ્પેશિયલ ભીંડા નું બનાવ્યું છે... Krishna Dholakia -
કાચા ટામેટાં બટાકાનું રસાવાળું શાક
પાકા લાલ ટામેટાંનો ઉપયોગ તો આપણે રોજબરોજ કોઈકને કોઈક રીતે રસોઈમાં કરતા જ હોઈએ છીએ. પણ માર્કેટમાં કાચા ગ્રીન ટામેટાં પણ મળે છે, તેનો ઉપયોગ ઘણા ઓછા લોકો કરતાં હોય છે. તે કાચા હોવાથી પાકા ટામેટાં કરતા પ્રમાણમાં કડક હોય છે તો તેનું શાક સરસ બને છે. Nigam Thakkar Recipes -
મોગરી રીંગણનું શાક
#૨૦૧૯અત્યારે શિયાળામાં શાકમાર્કેટમાં ફ્રેશ કૂણી મોગરી મળે છે. મોગરી બે પ્રકારની હોય છે લીલી અને જાંબલી. તેનો ઉપયોગ શાક, રાયતું તથા સલાડ તરીકે કરી શકાય છે. મોગરી વિશે ગુજરાતીમાં એક કહેવત પ્રખ્યાત છે - "મૂળો મોગરી અને દહીં, બપોર પછી નહીં" તો આજે આપણે મોગરી રીંગણનું શાક બનાવીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ભીંડા બટેટાનું શાક
ભીંડા નું શાક તો બહુ ખાધું હવે ટેસ્ટ ટ્રાય કરો ભીંડા બટાટા નું ચટાકેદાર શાક.. Mayuri Unadkat -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB ભરેલા ભીંડા નું શાક ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
કેરી-ભીંડા શાક
#શાકભીંડા ને આપણે ભરેલા, કુરકરા વગેરે વિવિધ રીતે બનાવતા જ હોઈએ છીએ. આજે આ બધી પરંપરાગત રીત થી અલગ રીતે બનાવ્યું છે. Deepa Rupani -
ભરેલ ભીંડા બટેટા નું શાક
#કૂકરકૂકર મા ભીંડા નું શાક ખૂબ ઓછા સમયમાં બની જાય છે. દાઝ વાનો ડર નથી રહેતો.મારી દીકરી નું ફેવરીટ છે. Sonal Karia -
ભરવા ભીંડી (Bharva Bhindi Recipe In Gujarati)
#SVCભીંડા ને બાળકો ની રાષ્ટ્રીય ફેવરિટ શાક જાહેર કરવો જોયે. ભીંડો નામ સાંભળતાજ બાળકો ખુશ ખુશ થાય જતા હોય છે ભાગ્યે જ કોઈ બાળક એવું હશે જેને ભીંડા નહિ ભાવતા હોય. એમાં પણ અલગ પ્રકાર, કોઈ ને સાદું ભીંડા નું શાક, કોઈ ને દહીં ભીંડી, કોઈ ને ભરવા ભીંડી તો કોઈ ને ભીંડી ફ્રાય કેટ કેટલાય .... પણ અંતે તો મૂળ માં ભીંડા જ રેવાનાં. મારા બાળકો ને તો સાદું ભીંડા ટેક નું શાક જ ભાવે પણ અમને સાસુ વહુ ને ભરવા ભીડ બહુ ભાવે એટલે મેં બાયું હરવા ભીંડી. Bansi Thaker -
ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક
#સ્ટ્રીટઆપણે બહાર જતા હોઈએ ત્યારે ક્યારેક રેસ્ટોરન્ટમાં તો ક્યારેક હાઈવે સાઈડ ઢાબામાં જમતા હોઈએ છીએ. ઢાબામાં અમુક લિમિટેડ શાક તો ફિક્સ જ હોય છે જે બધા જ ઢાબામાં મળતા હોય છે જેમકે સેવ ટામેટાં, લસણીયા બટાકા અને વટાણા બટાકા. જે બનાવવા સરળ છે જેથી ઢાબાવાળા ગ્રેવી તૈયાર રાખે છે અને એક તપેલામાં બાફેલા બટાકા પણ તૈયાર રાખે છે જેથી ઓર્ડર કરીએ તો શાક ઈન્સ્ટન્ટ બનાવીને સર્વ કરી શકે. જેની સાથે ચૂલા પર બનેલા પરોઠા ખાવાની મજા આવે છે. ઢાબામાં મળતા વટાણા બટાકાનાં શાકમાં તેઓ લીલા વટાણા બાફતા નથી. તો ઘણા લોકો કઠોળનાં લીલા વટાણા પલાળેલા ઉપયોગમાં લેતા હોય છે. પણ જો આ રીતે વટાણા લઈએ તો શાક બનાવતી વખતે પાણી ઉમેરીને ચડવા દેવા પડે છે નહીંતર વટાણા કડક રહે છે. તો આજે આપણે ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક બનાવતા શીખીએ. Nigam Thakkar Recipes -
ભરેલા ગલકા નું શાક
ગલકા માં નેચરલી પાણી નો ભાગ રહેલો છે. જેથી ઉનાળા માં સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખુબ જ સારું છે. વળી પચવામાં હલકું અને જલ્દી થી ચડી પણ જાય છે. અહી હું ભરેલા ગલકા ની રેસીપી શેર કરું છું. ગલકા નાં શાક સાથે ખીચડી ખાવાની મજા આવે છે. ગરમ રોટલી ભાખરી સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
મટર કે છોલે
#કઠોળઆપણે રસોઈમાં લીલા વટાણાનો ઉપયોગ શાક, પુલાવ, પાઉંભાજી જેવી વાનગી બનાવવા માટે કરતા હોઈએ છીએ. તેમાં ફોસ્ફરસ, આર્યન, મેગ્નેશિયમ, પ્રોટીન તથા વિટામિન્સ જેવા પોષકતત્ત્વો સારા પ્રમાણમાં રહેલા હોય છે. પણ ઘણીવાર સિઝન વગર લીલા વટાણા સારા મળતા નથી અથવા મોંઘા મળે છે તો આપણે ફ્રોઝન કરેલા વટાણા કે કઠોળનાં સૂકા વટાણાનો ઉપયોગ કરીને વાનગી બનાવીએ છીએ. કઠોળમાં સૂકા વટાણા પણ બે પ્રકારના મળે છે લીલા અને સફેદ. સફેદ સૂકા વટાણા આગ્રા અને દિલ્લીમાં આલુ ટીક્કી સાથે રગડો બનાવે તેમાં અને અમદાવાદમાં ગરમ રગડામાં પકોડી મળે છે તેમાં ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપણે સૂકા સફેદ વટાણામાંથી બનતું સ્વાદિષ્ટ શાક બનાવીશું. Nigam Thakkar Recipes -
જામફળનું શાક
#માસ્ટરક્લાસજામફળ એ શિયાળામાં મળતું એક ફળ છે. તેને અંગ્રેજીમાં Guava અને હિંદીમાં अमरुद નામે ઓળખાય છે. માર્કેટમાં સફેદ અને લાલ રંગના જામફળ મળે છે. તે ખૂબ જ મીઠાશવાળું અને સ્વાદિષ્ટ ફળ છે. તેમાં વિટામીન, મિનરલ અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમાં રહેલું વિટામિન C ત્વચા માટે તેમજ વિટામિન A આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઈબર સારા પ્રમાણમાં હોવાથી કબજિયાત દૂર કરે છે અને મેદસ્વિતા ઓછી કરવામાં લાભદાયી છે. એસીડીટી, અસ્થમા, બ્લડ પ્રેશરમાં રાહત આપે છે. હૃદય સંબંધી બીમારી તથા કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં મદદરૂપ છે. જામફળનાં ઝાડનાં પાન પણ આયુર્વેદિક ઉપચારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જામફળમાંથી સલાડ, શરબત, શાક અને અથાણું બનાવવામાં આવે છે. હવે તો માર્કેટમાં જામફળનો આઈસ્ક્રીમ પણ મળે છે તેનાં પર લાલ મરચું અને મીઠું ભભરાવીને ખાવામાં આવે છે. તો આજે આપણે જામફળનું શાક બનાવતા શીખીશું જે ઘણાનાં ઘરમાં બનતું જ હોય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
કોબીજ બટાકાનું શાક
#લીલીકોબીજ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં એનું શાક તથા વિવિધ વાનગી બનતી જ હોય છે. ચાઈનીઝ વાનગીઓમાં પણ કોબીજ ભરપૂર પ્રમાણમાં વપરાય છે. વજન ઘટાડવા, સ્કીન, વાળ, કબજિયાત, કેન્સર, રોગ પ્રતિકારકતા માટે કોબીજનું સેવન ફાયદાકારક છે. તેમાં વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે. તેને હિંદીમાં બંદ ગોભી, પત્તા ગોભી તથા કરમકલ્લા તરીકે ઓળખાય છે. અંગ્રેજી નામ Cabbage છે. તે ઘણા બધા કોમળ પાનનો બનેલો એક સંપુટ છે. તેના સારા ઉત્પાદન માટે ઠંડુ વાતાવરણ અને પાણીની આવશ્યકતા રહેલી છે. ખાતર પણ સારા એવા પ્રમાણમાં આપવું પડે છે. તેના ઉત્પાદન માટે છાણીયું ખાતર ઉત્તમ છે. કોબીજની ઘણી બધી જાત છે અમુક ત્રણ મહિનામાં તો અમુક પ્રકારની ઉગાડવા માટે છ મહિના જેટલો સમય લાગે છે. હવે તો Purple કલરની પણ કોબીજ માર્કેટમાં મળે છે. તો આજે આપણે કોબીજ બટાકાનું શાક બનાવીશું જે બધાનાં ઘરમાં બનતું જ હોય છે. Nigam Thakkar Recipes -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#cookpadgujarati#cookpadindiaઆમ તો ભીંડા નું શાક અલગ અલગ રીતે દરેક ઘરમાં બનતું હોય છેમેં આજે સિમ્પલ ભીંડા નું શાક બનાવ્યું છેKarari bhindi ભીંડા ની ચિપ્સ ભરેલા ભીંડા નું શાક ભીંડા ની કઢી આ બધા શાક મને ખૂબ ભાવે છેમારી નાની daughter ને ભીંડાનું સિમ્પલ શાક ખૂબ પસંદ છે Rachana Shah -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1#ભરેલા બટાકા નું શાક Krishna Dholakia -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: મસાલા ભીંડીભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય. Sonal Modha -
સ્ટફ્ડ સેવ ટામેટાનું શાક
#૨૦૧૯અત્યારે શિયાળામાં ટામેટાં એકદમ ફ્રેશ તથા સસ્તા મળે છે. આપણા બધાનાં ઘરમાં ટામેટાનો સૂપ તથા સલાડ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. શિયાળામાં વિવિધ પ્રકારનાં ભરેલા શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો આજે હું સેવ ટામેટાનાં શાકને નવી જ રીતે પ્રસ્તુત કરીશ. જે રેગ્યુલર શાક કરતા દેખાવમાં તો અલગ છે પરંતુ સ્વાદમાં પણ લાજવાબ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ભીંડી ફ્રાય
ભીંડાનું શાક નાના મોટા સહુને ભાવતું શાક છે. ભીંડા ના શાક ને તળીને થોડું ક્રીષ્પી બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે.#RB3 Vibha Mahendra Champaneri
More Recipes
ટિપ્પણીઓ