ટમેટા ડુંગળી ની ચટણી(Tomato-onion chutney recipe in gujarati)

popat madhuri
popat madhuri @cook_21185467
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૩ થી ૪ વ્યક્તિ માટે
  1. 1 વાટકીસમારેલા ટામેટા
  2. 1 વાટકીસમારેલી ડુંગળી
  3. 1લીલુ મરચું
  4. 8-10લસણ ની કળી
  5. નાનો ટુકડો આદુ નો
  6. 1સૂકું લાલ મરચું
  7. 1 ચમચીચણાની દાળ
  8. અડધી ચમચી રાઈ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 1 ચમચીલાલ મરચું પાવડર
  11. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બધી વસ્તુઓને ભેગી કરી લો. ત્યારબાદ એક કડાઈમાં તેલ નાખો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ચણાની દાળ ઉમેરી દો.ચણાની દાળ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને સાંતળો.

  2. 2

    ત્યારબાદ તેમાં લીલું મરચું,આદુ અને લસણ નાખી દો. બે થી ત્રણ મિનીટ સુધી સાંતળો. ત્યારબાદ તેમાં ડુંગળી અને લાલ મરચું ઉમેરી દો. ડુંગળીને ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી અને તેમાં ટમેટાં ઉમેરી દો.ટામેટા અને ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચઢવા દો.

  3. 3

    ટામેટા અને ડુંગળી સરખી રીતે ચડી જાય ત્યાર બાદ તેમાં મીઠું અને મરચું પાઉડર ઉમેરી દો.ત્યારબાદ ગેસ બંધ કરી દો અને મિશ્રણને ઠંડુ થવા દો. બધું ઠંડુ થઇ ગયા બાદ તેને મિક્સર જારમાં ઉમેરી અને પીસી લો.

  4. 4

    તૈયાર છે તમારી ટમેટા ડુંગળી ની ચટણી જેને તમે ઢોકડા ઇડલી ઢોસા મેંદુ વડા વગેરે સાથે ખાઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
popat madhuri
popat madhuri @cook_21185467
પર
cooking lover❤❤
વધુ વાંચો

ટિપ્પણીઓ

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
મે પણ આમ જ બનાવેલી પિઝા કોન ઢોસા માં .યમ્મી

Similar Recipes