રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાટી માટે:-૩ વાટકી ઘઉં નો કરકરો લોટ
  2. 1 ચમચીવરિયાળી
  3. 1 ચમચીતલ
  4. 1 ચમચીમરી પાવડર
  5. 4 ચમચીતેલ
  6. ચપટીહિંગ
  7. ૧મોટી વાટકી ઓગાળેલુ ઘી બાટી નાખવા માટે
  8. દાલ માટે:- અડધી નાની વાટકી તુવેરની દાળ
  9. અડધી નાની વાટકી ચણાની દાળ
  10. અડધી નાની વાટકી મગ ની દાળ
  11. પા વાટકી અડદની દાળ
  12. 2 નંગઝીણી સમારેલી ડુંગળી
  13. 7-8લસણ ની ઝીણી સમારેલી કળી
  14. 2 નંગઝીણા સમારેલા ટામેટા
  15. 2 નંગનાનાં લીલા મરચા ઝીણા સમારેલા
  16. 1 ચમચીલાલ મરચાનો પાવડર
  17. 1નાનો ટુકડો ખમણેલું આદુ
  18. થોડામીઠા લીમડાના પાન
  19. 1 ચમચીધાણાજીરૂ
  20. અડધી ચમચી હળદર
  21. 1 ચમચીરાઈ અને જીરું
  22. 2 ચમચીલીંબુનો રસ
  23. સ્વાદ પ્રમાણેમીઠું
  24. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાટી :- એક કાથરોટ માં લોટ લઈ તેમાં બધા મસાલા અને તેલ નાખી દો. હવે બધું બરાબર મિક્સ કરો. પછી તેમાં થોડા નવશેકા પાણીથી લોટ બાંધી લો.

  2. 2

    લોટ ના નાના લુઆ કરી તેની ગોળ બાટી બનાવી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં બાટી ને ધીમા તાપે તળી લો.

  3. 3

    બાટી ગોલ્ડન કલર ની થી જાય એટલે તેને ઓગાળેલા ઘી માં નાખી દો. હવે ૫ મિનિટ માટે તેમાં જ રહેવા દો.જેથી તેમાં ઘી ચડી જાય.ઘી વાળી બાટી નો સ્વાદ સરસ આવે છે

  4. 4

    દાલ:-ચણા ની દાળ અને તુવેરની દાળ ૪ કલાક સુધી પલાળી રાખો. પછી તેમાં થી પાણી નીતારી લો.હવે કુકરમાં બધી જ દાળ ને ચડવા દો.

  5. 5

    એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરું નાખો. રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી લસણની કળી નાખી દો.લસણ સંતળાઈ જાય એટલે તેમાં ડુંગળી નાખી સાંતળો.

  6. 6

    ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ટમેટા, મરચાં, લીમડો અને આદુ નાખી દો થોડીવાર પછી તેમાં દાળ નાખો. હવે બધાં જ મસાલા નાખી દો. દાળ ને થોડીવાર ઉકળવા દો. હવે એક સર્વિગ બાઉલમાં કાઢી તેને કોથમીરથી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes