મિક્સ દાળ તડકા(mix dal tadka in Gujarati)

Jinal Chauhan
Jinal Chauhan @jinalvimal
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 2 ચમચીકાળા અડદની દાળ
  2. 2 ચમચીમોગર દાળ
  3. 2 ચમચીસફેદ અડદની દાળ
  4. 2 ચમચીચણાની દાળ
  5. બેથી ત્રણ ચમચી ખમણેલું આદું અને લસણ
  6. તડકાના વઘાર માટે ઘી
  7. બેથી ત્રણ ચમચી તેલ
  8. 1-2 નંગતમાલપત્ર
  9. 1-2 નંગસુકા લાલ મરચા
  10. રેગ્યુલર મસાલા જેવા કે એક ચમચી કાશ્મીરી લાલ મરચું
  11. અડધી ચમચી હળદર
  12. અડધી ચમચી ગરમ મસાલો
  13. સ્વાદ પ્રમાણેનમક
  14. 1આખું લીંબુનો રસ
  15. વઘાર માટે જીરુ
  16. અડધી ચમચી હિંગ
  17. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  18. 1ઝીણું સમારેલું લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઉપર જણાવ્યા પ્રમાણે બધી જ દાળ ને બરાબર ધોઈ ને મિક્સ કરીને ત્રણ સીટી વગાડીને કૂકરમાં નમક તેમજ હળદર તેમજ અડધી ચમચી ઘી ઉમેરી ને બાફી લો

  2. 2

    હવે કડાઈમાં બે ચમચી તેલ ઉમેરીને જીરું સાંતળો તેમાં હિંગ તેમજ તમાલપત્ર ઉમેરો

  3. 3

    હવે તેમાં આદુ અને લસણ નું છીણ અને લીલું મરચું ઝીણું સમારીને ઉમેરો

  4. 4

    આ બધું બરાબર સાંતળીને તેમાં ઉમેરો

  5. 5

    હવે બરાબર હલાવીને ધીમા તાપે રાખો તેમાં હળદર લાલ મરચું સ્વાદ અનુસાર નમક લીંબુ ગરમ મસાલો ઉમેરીને ધીમા તાપે ચડવા દો

  6. 6

    હવે બધું મિક્સ કર્યા બાદ વાળને ઢાંકી ને 15 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો

  7. 7

    હવે વઘારીયા માં બે ચમચી ઘી લઈને તેમાં જીરૂ એક સૂકું લાલ મરચું તેમજ એક ચમચી કાશ્મીરી લાલ મરચું વઘારીને તરત જ દાળ પર તડકો રેડી દો. કોથમીર છાંટીને ગરમાગરમ પીરસો

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jinal Chauhan
Jinal Chauhan @jinalvimal
પર

ટિપ્પણીઓ (7)

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
તમારી જેમ મેં પણ મિક્સ દાળ તડકા બનાવી ખૂબજ સરસ બની છે. આભાર.

Similar Recipes