મન્ચુરિયન નુડલ્સ (Manchurian noodles recipe in gujarati)

Anjali Zaveri Dholakiya
Anjali Zaveri Dholakiya @cook_21206470
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મન્ચુરિયન બનાવવા માટે
  2. 300 ગ્રામકોબી
  3. ૨ નંગગાજર
  4. ૫ ચમચીમેંદો
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ૧/૨ ચમચીચટણી
  7. ચપટીહળદર
  8. ૧૦૦ ગ્રામ નુડલ્સ
  9. ગ્રેવી બનાવવા માટે
  10. વાટકો કોબી
  11. ૧ નંગગાજર
  12. ૧ નંગલીલું મરચું
  13. ૧ ટુકડોઆદુ
  14. ૧૨ થી ૧૩ કળી લસણ
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. ૫-૬ નંગ ડુંગળી
  17. ૪-૫ ચમચીગ્રીન ચીલી
  18. ૪-૫ ચમચીરેડ ચીલી
  19. ૩-૪ ચમચીસોયા સોસ
  20. વાટકો ટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોબી ગાજર ને ખમણી લેવા પછી તેમાં મેંદો નાખી મીઠું નાખી લોટ બાંધવો

  2. 2

    પછી તેની નાની નાની ગોળી વાળવી આવી રીતે બધી ગોળી તૈયાર કરવી પછી એક કડાઈ માં તેલ મૂકી તળી લેવી

  3. 3

    પછી ગ્રેવી માટે કોબી ગાજર ડુંગળી લીલું મરચું ને બધું જીણી સુધારી લેવું લસણ અને આદુ ને ખમણી લેવું પછી એક લોયા માં નુડલ્સ બાફવા તેમાં મીઠું અને ૧ ચમચી તેલ નાખવું બફાઈ જાય પછી એક ચાઇની માં નિતારી લેવું

  4. 4

    પછી એક કડાઈ માં ૪ ચમચી તેલ મૂકી આદુ અને લસણ નાખવું પછી એ સતડાય જાય એટલે ડુંગળી નાખી થોડી વાર સાંતળી લેવી પછી તેમાં કોબી ગાજર મરચું બધું નાખી થોડી વાર સાંતળવું

  5. 5

    સતડાય જાય પછી મીઠું નાખી બધા સોસ નાખી મિક્સ કરવું

  6. 6

    મિક્સ થઈ જાય પછી નુડલ્સ અને મન્ચુરિયન ની ગોળી નાખવી પછી બધું બરાબર મિક્ષ કરવું

  7. 7

    તો તૈયાર છે મન્ચુરિયન નૂડલ્સ એક બાઉલ માં કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Zaveri Dholakiya
Anjali Zaveri Dholakiya @cook_21206470
પર

Similar Recipes