હોમમેડ પિઝા (without yeast)(home-made pizza recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#પિઝા
#herbs
આ પીઝા મે ઘઉં ના લોટ માંથી અને yeast વગર બનાવેલ છે. ટેસ્ટ માં બહુ જ મસ્ત લાગે છે.

હોમમેડ પિઝા (without yeast)(home-made pizza recipe in gujarati)

#પિઝા
#herbs
આ પીઝા મે ઘઉં ના લોટ માંથી અને yeast વગર બનાવેલ છે. ટેસ્ટ માં બહુ જ મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
3 વ્યક્તિ
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 1 કપદહીં
  3. 1 ચમચીસુગર પાવડર
  4. 1 ચમચીબેકિંગ પાવડર
  5. 1/2 ચમચીખાવાનો સોડા
  6. 1 ચમચીમિક્સ હર્બ
  7. 1 ચમચીઓલિવ ઓઈલ
  8. મીઠું સ્વદાનુસાર
  9. 1મોટી ડુંગળી
  10. 1મોટું ટામેટું
  11. 1કેપ્સિકમ
  12. થોડાં કોર્ન
  13. ચપટીમરી પાવડર
  14. 2 ચમચીબટર
  15. 4-5કડી લસણ
  16. જરૂર મુજબ પીઝા સોસ
  17. જરૂર મુજબ ઓરેગાનો
  18. જરૂર મુજબ ચિલ્લી ફ્લેક્સ
  19. જરૂર મુજબ મિક્સ હર્બ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ચાળની મૂકી તેમાં ઘઉં નો લોટ, બેકિંગ પાવડર,ખાવાનો સોડા, સુગર પાવડર મીઠું એડ કરી ચાળી લો.

  2. 2

    હવે તેમાં મિક્સ હર્બ ઉમેરી મિક્સ કરી લો હવે એમાં દહીં ઉમેરી લોટ બાંધી લો જરૂર પડે તો થોડું પાણી ઉમેરી શકો.

  3. 3

    હવે ઉપર 1 ચમચી ઓલિવ ઓઈલ નાખી લોટ ને સ્મૂથ કરી લો. હવે લોટ નો ઢાંકીને 15 મિનિટ માટે મૂકી દો.

  4. 4

    15 મિનિટ બાદ લોટ સરસ ફૂલી ગયો હસે.હવે એક કઢાઈ માં થોડું તેલ અને બટર મૂકી ગરમ થાય એટલે તેમાં લસણ ઉમેરી શેકી લો.

  5. 5

    થોડું બટર વળી લસણ સાઇડ માં કાઢી લો અને એજ કઢાઈ માં સમારેલી ઊભી ડુંગળી ટામેટાં અને કેપ્સીકમ ને થોડા સાતડી લો.

  6. 6

    એમાં થોડો મરી પાવડર ઉમેરી મિક્સ કરી લો. થોડાં શેકાય એટલે ગેસ બંધ કરી લો.

  7. 7

    હવે લોટ ને ફરી થોડો મસળી લેવાનો અને મોટાં લુવા કરી લેવાના

  8. 8

    એક લુવો લઈ થોડી મિડિયમ જાડી રોટલો વણી લો અને જે પ્લેટ માં પિઝા બનવાનો હોય તેને તેલ થી ગ્રીસ કરી તેમાં પીઝા મૂકી દો પછી તેમાં ફોક વડે કાણા પાડી લો.

  9. 9

    તેમાં પીઝા સોસ સ્પ્રેડ કરી લો ઉપર છીણેલું ચીઝ સ્પ્રેડ કરો.

  10. 10

    શાક બધા ઉપર સ્પ્રેડ કરી ઉપર ફરી ચીઝ સ્પ્રેડ કરી લેવાનું. હવે ઉપર ઓરેગાનો ચિલ્લી ફ્લેક્સ અને મિક્સ હર્બ ઉમેરો ટેસ્ટ મુજબ ઉમેરવા.

  11. 11

    હવે એક કઢાઈ જે મે 15 મિનિટ પેહલા જ ગેસ પર લો ફ્લેમ પર ગરમ કરવા મૂકી હતી તેમાં પીઝા ની પ્લેટ મૂકી ઢાંકણ ઢાંકી મિડિયમ ફ્લેમ પર 20 મિનિટ બેક થવા મૂકી દો.

  12. 12

    હવે પીઝા તૈયાર છે કઢાઈ માંથી કાઢી થોડો ઠંડો થવા દો પછી કટ કરી પીરસો.

  13. 13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
વાહ હેલ્થી & ટેસ્ટી....👌

Similar Recipes