ઘટકો

  1. 500,મીલિ દૂધ
  2. 5ટે.સ્પૂન ખાંડ
  3. 3 ટી.સ્પૂનકસ્ટર્ડ પાઉડર
  4. 1/2 કપમેંગો પલ્પ
  5. 1/2 કપમલાઇ
  6. વેનીલા/મેંગો એસેન્સ 2-3 ટીપાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આઇસક્રીમ બનાવવા માટે એક પેન માં દૂધ લઈ તેને મિડિયમ ફલૅમ પર ગરમ કરવા મુકવું. ઊભરો આવે ત્યારે તેમાં ખાંડ એડ કરવી. 5-7 મિનિટ સુધી ઉકાળવું.

  2. 2

    હવે 1/4 કપ ઠંડા દૂધ માં 3 ટી.સ્પૂન કસ્ટર્ડ પાઉડર એડ કરી ને સ્લરી બનાવવી. ગેસ ની ફલૅમ ધીમી કરી ને કસ્ટર્ડ ની સ્લરી થોડી થોડી એડ કરવી અને હલાવતા જવું. હવે ગેસ ની ફલૅમ મિડિયમ કરી દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું(7-8 મિનિટ માં મિશ્રણ ઘટ્ટ થઇ જાય છે) હવે ગેસ બંધ કરી મિશ્રણ ઠંડું થવા દેવું.

  3. 3

    એક મિકસચર જાર માં સમારેલી પાકી કેરી લઈ તેને ક્રશ કરી લેવી. હવે તેમાં ઠંડું થયેલું દૂધ નુ મિશ્રણ તથા એસેન્સ એડ કરી 2 મિનિટ સુધી ચનૅ કરી લેવુ. હવે તેમાં દૂધ ની મલાઇ એડ કરવી અને વ્હીપર મોડ પર ચનૅ કરવું.(માત્ર મલાઇ એકસરખી મિક્સ કરવા પુરતું જ મિકસચર ચલાવવું, મલાઇ એડ કરયા પછી વધારે ન પીસવું)

  4. 4

    હવે આ મિશ્રણ ને એક એર-ટાઈટ ડબ્બા માં ભરી ને 3 કલાક માટે ફીઝર માં મુકવું. હવે 3 કલાક બાદ બહાર કાઢી તેને ફરી થી 2 મિનિટ માટે ચનૅ કરી લેવુ. ફરી થી કન્ટેનર માં ભરી તેના પર પિસ્તા, બદામ કે કોઇપણ ડ્રાયફૂટ, ટૂટીફૂટી અથવા મેંગો ના નાના-નાના પીસ થી ગાનિઁશ કરવું.

  5. 5

    આઇસક્રીમ માં બરફ ન થાય એ માટે ડબ્બા માં મિશ્રણ ઉપર એલ્યુમિનિયમ ફોઇલ/પ્લાસ્ટિક રેપ/ અથવા સાદી કોઇપણ પ્લાસ્ટિક રાખી, પછી જ ઢાંકણ બંધ કરવું. અને 7-8 કલાક સુધી ફીઝર માં સેટ થવા મુકવું.

  6. 6

    8-10 કલાક અથવા જરૂર પડે તો ઓવરનાઈટ સેટ કરવા રાખવું, ત્યારબાદ કન્ટેનર બહાર કાઢી, 1 મિનિટ એમ જ રહેવા દેવું, ત્યારબાદ સ્કૂપ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes