મેંગો આઈસક્રીમ

Juliben Dave
Juliben Dave @julidave

કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹
#KR
#RB6
વીક 6
માય રેસીપી ઈબુક📒📕📗
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣
#APR

ઉનાળો એટલે કે કેરીની સીઝન

ઉનાળો આવતા જ લોકોને કેરી ખાવાની રાહ રહે છે. કેરીમાંથી મીઠાઈ, આઇસ્ક્રીમ, શેક વગેરે ઘણા પ્રકારની સ્વાદિષ્ટ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છેસ્વાદમાં એકદમ કેરી જેવો લાગતો કેરીનો આઇસ્ક્રીમ બજારમાં તમે ઘણી વાર ખાધો હશે. આવે આ જ આઈસક્રીમ તમે ઘરે પણ સરળતાથી તૈયાર કરી શકો છો.

ઉનાળા માં ઠંડી-ઠંડી આઇસક્રીમ દરેક માટે ખૂબ જ મજેદાર હોય છે. પરંતુ બજારની આઈસ્ક્રીમમાં ઘણા કેમિકલો હોય છે. જે તમારા સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે જે લોકો હેલ્થ કોન્શિયસ છે, તેઓ બજારનો આઈસ્ક્રીમ ખાવાને બદલે ઘરે આઈસ્ક્રીમ બનાવી ને ખાવાનું પસંદ કરે છે. પરંતુ જ્યારે પણ તેઓ ઘરે બજાર જેવો સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવે છે ત્યારે ન તો તે બજાર જેવો સ્વાદિષ્ટ હોય છે અને ન તો તે સારો લાગે છે. આવી સ્થિતિમા આ સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ તમે બહુ ઓછી સામગ્રીની મદદથી સરળતાથી બનાવી અને ખાઈ શકો છો. તેનો સ્વાદ અને બનાવટ તમને બજારની જેમ જ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કેરી
  2. – ખાંડ સ્વાદ મુજબ
  3. – કન્ડેન્સ્ડ દૂધ (વૈકલ્પિક)
  4. 2 ચમચીમિલ્ક પાઉડર
  5. – 1/2 ગ્લાસ દૂધ
  6. – ચાર ચમચી ક્રીમ
  7. – વેનીલા એસેનસ અને મેંગો એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરીને છોલીને તેના ટુકડા કરી લો.
    પછી કેરીના ટુકડા, ચાર ચમચી મલાઈ અને બે ચમચી મિલ્ક પાઉડર મિક્સર જારમાં નાખો.
    આ સાથે 1/2 ગ્લાસ દૂધ અને સ્વાદ અનુસાર ખાંડ નાખીને સારી રીતે પીસી લો.
    જો તમે ઈચ્છો તો ખાંડને બદલે કન્ડેન્સ્ડ મિલ્ક પણ ઉમેરી શકો છો.
    આ પછી આ બધી વસ્તુઓને એક મિક્સર જારમાં નાખીને બરાબર મિક્ષ કરી લો.
    પછી તેમાં વેનીલા એસેન્સ મેંગો એસેન્સ ઉમેરો,એસેન્સ અવોઇડ પણ કરી શકાય.

  2. 2

    પછી આ મિશ્રણને આઈસ્ક્રીમ બનાવવાના મોલ્ડમાં રેડી દો.
    તેની ઉપર કેરીના ટુકડા પણ મૂકો.
    અને આ આઈસ્ક્રીમને ફ્રીઝ થવા માટે રાખો.
    આઈસ્ક્રીમને આખી રાત અથવા 5-6 કલાક માટે જમાવા માટે રાખો.
    અર્ધો જામી જાય એટલે એક વાર બહાર કાઢી ચર્ન કરી ફરી જમવા માટે મુકવો,
    પછી થીજી ગયા પછી, આ ઠંડા-ઠંડા આઈસ્ક્રીમની મજા માણી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes