વડા પાઉં વીથ ડ્રાય ચટણી (vada pau with dry chutney recipe in guj

Parul Patel
Parul Patel @Parul_25
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. વડા નું ખીરુંં બનાવવા માટે :
  2. 2 કપચણા નો લોટ
  3. પાણી જરૂર મુજબ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. તળવા માટે :
  6. તેલ
  7. વડા માટે :
  8. 500 ગ્રામબટાકા
  9. 1 કપકોથમીર
  10. 6-7લીલા મરચા
  11. 1ઈંચ આદુનો ટુકડો
  12. 8કળી લસણ
  13. 1 ચમચીવરિયાળી
  14. 1લીંબુ નો રસ
  15. ૨ ચમચીખાંડ
  16. ૧ ચમચીગરમ મસાલો
  17. 1 ચમચીલાલ મરચું
  18. મીઠું સ્વાદાનુસાર
  19. ચટણી માટે :
  20. 2 ચમચીસિંગદાણા
  21. 1 ચમચીતેલ
  22. 6સુકા આખા લાલ મરચા
  23. કળી લસણ
  24. મીઠું સ્વાદાનુસાર
  25. પાઉં શેકવા માટે :
  26. બટર
  27. સર્વ કરવા માટે :
  28. 2પાઉં
  29. ડ્રાય ચટણી
  30. લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખીરું બનાવવા માટે ચણાના લોટમાં મીઠું અને જરૂર મુજબ પાણી એડ કરી ખીરુ બનાવી લો.

  2. 2

    બટાકાને બાફી લો અને છાલ ઉતારી લો તેમાં લસણ, આદુ, મરચાં ક્રશ કરી બટાકાના માવામાં એડ કરો. પછી તેમાં મીઠું, ગરમ મસાલો, લીંબુ, ખાંડ, વરીયાળી, કોથમીર એડ કરીને મિક્સ કરી લો. વડા માટે સ્ટફિંગ રેડી છે.

  3. 3

    ચટણી માટે પાનમાં તેલ મૂકી સીંગદાણા, સૂકા આખા લાલ મરચા, લસણ અને મીઠું નાખીને ધીમા તાપે શેકી લો પછી તેની મિક્સર જારમાં ક્રશ કરી લો તો તૈયાર છે ડ્રાય ચટણી.

  4. 4

    રેડી કેરેલા સ્ટફિંગ માથી ગોળ વડા બનાવી લેવા. ચણાના લોટના ખીરા મા બોળીને તેલમાં તળવા. ગરમ તેલમાં બંને બાજુ સરખું તળી લો.

  5. 5

    પાઉં ને બટર અને ડ્રાય ચટણી મિક્સ કરીને શેકી લો. પછી બે પાઉં ની વચે વડું મૂકીને તેને લીલા મરચા અને ડ્રાય ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ (11)

Similar Recipes