વડા પાઉં (Vada pau recipe in gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

વડપાઉં એમ તો મુળ મુંબઇ નૂ સ્ટ્રીટ ફૂડ ગણાય છે પણ બધી જ જગ્યા એ ઘણુ પ્રખ્યાત છે. ટ્રેડિશનલી પાંઉ મા વચ્ચે વડૂ અને લસણ ની સુકી ચટણી મુકી લીલા મર્ચા જોડે ખવાય છે. પણ અમદાવાદ મા વડા પાઉં અલગ રીતે બને છે . જેમાં લસણ ની ચટણી ને બટર મા સેકી અને ત્યારબાદ પાઉં ને પણ ખાસા એવા માખણ મા સેકી કોથમિર ની ચટણી અને વડા મુકી સર્વ કરવામાં આવે છે. તો અહિં મેં અમદાવાદી સ્ટાઇલ વડા પાઉં બનાવ્યા છે જે મને ખુબ જે પ્રિય છે. #superchef3 #સુપરશેફ3

વડા પાઉં (Vada pau recipe in gujarati)

વડપાઉં એમ તો મુળ મુંબઇ નૂ સ્ટ્રીટ ફૂડ ગણાય છે પણ બધી જ જગ્યા એ ઘણુ પ્રખ્યાત છે. ટ્રેડિશનલી પાંઉ મા વચ્ચે વડૂ અને લસણ ની સુકી ચટણી મુકી લીલા મર્ચા જોડે ખવાય છે. પણ અમદાવાદ મા વડા પાઉં અલગ રીતે બને છે . જેમાં લસણ ની ચટણી ને બટર મા સેકી અને ત્યારબાદ પાઉં ને પણ ખાસા એવા માખણ મા સેકી કોથમિર ની ચટણી અને વડા મુકી સર્વ કરવામાં આવે છે. તો અહિં મેં અમદાવાદી સ્ટાઇલ વડા પાઉં બનાવ્યા છે જે મને ખુબ જે પ્રિય છે. #superchef3 #સુપરશેફ3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 થી 50 મિનિટ
4 સર્વિંગ્સ
  1. લસણ ની ચટણી
  2. 25-30લસણ ની કળીઓ
  3. 1 ટેબલ સ્પૂનતેલ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1. 5 ટી ચમચી લાલ મરચું
  6. 1 ટી સ્પૂનધાણા જીરું
  7. પાણી જરૂર મુજબ
  8. લીલી ચટણી
  9. 1 કપકોથમીર
  10. 2 ટેબલસ્પૂનફૂદીનાના પાન
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1 ચમચીસિંગદાણા
  13. 1 ચમચીદાળિયા
  14. 2લીલા મરચાં
  15. 1લીંબુ
  16. 1/2 ટી સ્પૂનજીરું પાઉડર
  17. નાનો ટુકડો આદુ
  18. વડા માટે
  19. 3બટાકા બાફેલા
  20. 1 ચમચીતેલ
  21. 1/4 ટી સ્પૂનરાઈ
  22. ચપટીહિંગ
  23. 4-5લીમડા ના પાન
  24. ચપટીહળદર
  25. 2લીલા મરચાં ઝીણા સમારેલા
  26. નાનો ટુકડો આદુ છીણેલું
  27. 2 ટેબલસ્પૂનકોથમીર
  28. ચપટીગરમ મસાલો
  29. 1 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  30. 1 કપચણા નો લોટ
  31. ચપટીહળદર
  32. 1/2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  33. જરૂર મુજબ પાણી
  34. મીઠું સ્વાદ મુજબ
  35. તળવા માટે તેલ
  36. વડા પાઉં બનાવવા માટે
  37. 12પાઉં
  38. બટર જરૂર મુજબ
  39. સર્વ કરવા માટે
  40. કેચ અપ
  41. કોથમીર ની ચટણી
  42. લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

45 થી 50 મિનિટ
  1. 1

    લસણ ની ચટણી ની વસ્તુઓ 1 મિક્સર જાર માં લઈ જરુર પૂરતું પાણી નાખી ચટણી બનાવી લો. તમે લાલ મરચું પાઉડર ની જગ્યા એ આખા લાલ મરચાં પલાળીને પણ બનાવી શકો છો.

  2. 2

    કોથમિર ની ચટણી ની બધી સામગ્રી મિક્સર જાર માં લઈ જરુર પૂરતું પાણી ઉમેરી કોથમિર ની ચટણી બનાવી લો.

  3. 3

    બાફેલા બટાકા ની છાલ ઉતારી લો. 1 પેન માં તેલ ગરમ કરી રાઇ ઉમરો. રાઈ ફૂટે એટલે લિમડો, હિંગ અને હળદર નાખો. 30 સેકન્ડ પછી તેમાં લીલા મર્ચા, આદુ નાખી સાંતળો. ત્યારબાદ તેમા બાફેલા બટાકા છુંદો કરેલા, મીઠુ, આમચુર પાઉડર, ગરમ મસાલો અને કોથમીર ઉમરી મિક્સ કરી લો. 2 થી 3 મિનિટ પછી બધુ સરખુ મિક્સ થઇ જાય એટલે ગેસ બંધ કરી ઉતારી લો અને થંડુ કરી લો.

  4. 4

    1 વાસણમાં ચણા નો લોટ, મીઠુ, મરચું, હળદર અને જરુર મુજબ પાની નાખી ખીરુ બનાવી લો. તેલ ગરમ કર મુકો. બટાકા ના માવા ના ગોળા વાળી ખીરા માં બોળી વડા ઉતારી લો.

  5. 5

    ગેસ પર 1 તવી ગરમ મુકો. મધ્યમ તાપ રાખવો. તેમા બટર નાખો અને લસણ ની ચટણી સાંતળો. વધારે કૂક નથી કરવાની નહીં તો બળી જશે. હવે તેના પર વચ્ચે થી કટ કરેલુ પાઉ મુકો એની ઉપર પણ બટર મુકો. લસણ ની ચટણી અને બટર બધું પાઉં દ્વારા શોષાય જાય એટલે ફેરવી લો અને ઉપર ની બાજુ પણ પાઉં શેકી લો. હવે ફરી પલ્ટાવીને તેના પર કોથમિર ની ચટણી પાથરી લો અને બટકા વડુ મુકી પાઉં બંધ કરી નીચે ઉતારી લો.

  6. 6

    તો તૈયર છે વડા પાઉં. આ વડપાઉ ને કેચ અપ, કોથમિર ની ચટણી તથા લીલા મરચાં જોડે સર્વ કરો. આ માપ થી 12 વડા પાઉં બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes