સ્ટફડ લીલી ડુંગળી આલુ પરાઠા (stuffed spring onion alu paratha recipe in Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામબાફેલા બટાકા
  2. 1ડુંગળી બારીક સમારેલી
  3. 1લીલી ડુંગળીનો સફેદ ભાગ બારીક સમારેલો
  4. 6લીલા મરચાની પેસ્ટ
  5. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1 કપકોથમીર ચોપ કરેલી
  10. 1 ચમચીમરી પાઉડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1 ચમચીખાંડ
  13. 1 ચમચીલીંબુનો રસ
  14. 2 ચમચીતેલ
  15. ચપટીહિંગ
  16. પરાઠા નો લોટ બાંધવા માટે :
  17. 2 કપઘઉંનો લોટ
  18. 1 ચમચીઘી મોણ માટે
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. 4 ચમચીલીલી ડુંગળી નો લીલો ભાગ બારીક સમારેલો
  21. 1/2 ચમચીહળદર
  22. 1/2 ચમચીલાલ મરચું
  23. પાણી જરૂર મુજબ
  24. પરાઠા શેકવા માટે :
  25. ઘી
  26. ગાર્નિશ માટે :
  27. લીલી ડુંગળી
  28. અથાણું
  29. દહીં

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું, મોણ, હળદર, મરચું અને લીલી ડુંગળી નો લીલો ભાગ સમારેલો એડ કરીને લોટ બાંધી લો. તેને 20 મિનિટ માટે રેસ્ટ આપો

  2. 2

    બાફેલા બટાકાને ઠંડા થવા દો. ઠંડા થાય પછી તેની છાલ કાઢીને મેશ કરી લો. હવે તેલ મૂકી ને તેમાં હિંગ, ડુંગળી અને લીલી ડુંગળી નો સફેદ ભાગ, હળદર, મીઠું, આદુ-લસણ-મરચાંની પેસ્ટ અને મીઠું એડ કરીને હલાવી લો.

  3. 3

    પછી તેમાં બટાકાનો માવો એડ કરીને કોથમીર, મરી પાઉડર, ચાટ મસાલો, ખાંડ, લીંબુનો રસ એડ કરીને બરાબર મિક્સ કરી લો. પરાઠા માટે સ્ટફિંગ રેડી છે.

  4. 4

    હવે લોટમાંથી એક લુવું બનાવીને રોટલી વણી લો. રોટલી વણીને તેમાં બટાકા નું સ્ટફિંગ ભરી પછી ચોરસ શેપ માં પરોઠા ને વણી લૉ.

  5. 5

    પછી ધીમા તાપે તવી પર ઘી મૂકીને પરાઠાને બંને બાજુ શેકી લો. તૈયાર છે ગરમા ગરમ લીલી ડુંગળી બટાકા ના પરોઠા. તેને અથાણા અને દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes