આલુ મટર સમોસા (Alu mutter samosa recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
5 વ્યક્તિ
  1. 1 કિલોબટાકા
  2. 200 ગ્રામવટાણા
  3. 100 ગ્રામલીલા મરચાં બારીક સમારેલા
  4. 50 ગ્રામઆદુંની પેસ્ટ
  5. ૪ ચમચીખાંડ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 2લીંબુ નો રસ
  8. 1 ચમચીવરિયાળી
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. કસમથી 1 ચમચી જીરા પાઉડર
  11. 1 ચમચીચાટ મસાલો
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. 1 કપકોથમીર બારીક સમારેલી
  14. 1 કપફુદીનો બારીક સમારેલો
  15. 4 ચમચીતેલ
  16. ચપટીહિંગ
  17. તળવા માટે તેલ
  18. લોટ બાંધવા માટે :
  19. ૫૦૦ ગ્રામ મેંદો
  20. 1 ચમચીઅજમો
  21. તેલ મુઠી પડતું મોણ લેવું
  22. મીઠું સ્વાદ અનુસાર
  23. જરૂર મુજબ પાણી
  24. ગાર્નિશ માટે :
  25. લીલી ચટણી
  26. મીઠી ચટણી

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદામાં મીઠું, અજમો, મુઠી પડતું મોણ નાખી અને જરૂર મુજબ પાણી એડ કરીને લોટ બાંધી લો લોટ ને 30 મિનિટ માટે રેસ્ટ આપો.

  2. 2

    બટાકા ને કૂકરમાં બાફી લો અને વટાણા ને તપેલીમાં છુટા બાફી લો. બટાકાને છોલી ને રેડી કરી લો.

  3. 3

    પાન માં તેલ ગરમ મૂકીને તેમાં હિંગ અને સમારેલા મરચાં ને સાંતળી લો પછી તેમાં મેશ કરેલા બટાકા અને વટાણા એડ કરી લો.

  4. 4

    ઉપર મુજબના બધા મસાલા એડ કરી લો. બધું બરાબર મિક્સ કરીને હલાવી લો. સમોસા માટે સ્ટફિંગ રેડી છે.

  5. 5

    હવે ઓવેલ શેપમાં રોટલી વણી લો. તેને વચ્ચેથી કટ કરી લો પછી કોન શેપમાં વાળીને તેમાં સ્ટફિંગ ભરી ને સમોસા રેડી કરી લો.

  6. 6

    પછી કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેમાં બધા સમોસા તળી લો. તૈયાર છે ગરમાગરમ ક્રિસ્પી સમોસા.

  7. 7

    ગરમાગરમ ક્રિસ્પી સમોસા ને લીલી ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes