શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. 2 કપમિક્સ શાકભાજી
  2. 2ટામેટાં ની પ્યુરી
  3. 3ચમચા આખા ધાણા
  4. 2ચમચા તલ
  5. 1 ચમચીજીરું
  6. 2નાના તજ ના ટુકડા
  7. 2ઈલાયચી
  8. 1 1/2 ચમચીમીઠું
  9. 2 ચમચીલાલ મરચું
  10. 2ચમચા કોથમીર
  11. 2 ચમચીકસૂરી મેથી
  12. 1 ચમચીખાંડ
  13. 2ચમચા મલાઈ અથવા ક્રીમ
  14. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈ માં આખા ધાણા, તલ, જીરું, તજ અને ઈલાયચી આ બધું શેકી લેવું. ઠંડુ કરી તેમાં લાલ મરચું ઉમેરી ને ગ્રાઈન્ડ કરી લેવું.

  2. 2

    હવે એક કડાઈ માં તેલ લઈ તેમાં મિક્સ શાકભાજી (બટાકા, ગાજર, ફણસી, ફ્લાવર, વટાણા) તમે તમારી પસંદ ન શાકભાજી વાપરી શકો છો. હવે બધું મિક્સ કરી ઢાંકણ ઢાંકી ૫ મિનિટ ચડવા દેવું. હવે તેમાં કેપ્સિકમ ઉમેરી હલાવવું.

  3. 3

    હવે તેમાં મીઠું અને બનાવેલ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરવું. હવે તેમાં ૧ કપ પાણી ઉમેરી ૨ મિનિટ ચડવા દેવુ.

  4. 4

    હવે તેમાં કોથમીર અને ટામેટા ની પ્યુરી ઉમેરી મિક્સ કરવુ. પછી તેમાં કસૂરી મેથી, ખાંડ અને મલાઈ ઉમેરી હલાવી લેવું. તૈયાર છે આપણી વેજ કડાઈ..

  5. 5

    જેને પરાઠા, નાન, કુલચા સાથે સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhuvansundari radhadevidasi
પર

Similar Recipes