વેજ કઢાઈ પનીર (Veg Kadai Paneer Recipe in Gujarati)

Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen
શેર કરો

ઘટકો

  1. પનીર મેરિનેટ માટે
  2. 2 કપડાઇશ કરેલા પનીર
  3. 1 ચમચીલાલ મરચું
  4. સ્વાદ અનુસારમીઠુ
  5. 1/2 ચમચીલીબું નો રસ
  6. 2-3 ચમચીતેલ
  7. 1 કપડાઇશ કટ કરેલા કેપ્સિકમ અને ડુંગળી
  8. ગ્રેવી બનાવા માટે
  9. 3-4 ચમચીતેલ
  10. 1/2 ચમચીજીરું
  11. 3-4 નંગલવિંગ
  12. 4-5 નંગમરી દાણા
  13. 3 નંગઇલાયચી
  14. 2 નંગમોટી સમારેલી ડુંગળી
  15. 3-4 નંગલસણ ના ટુકડા
  16. 3 નંગમોટી સમારેલા ટામેટા
  17. સ્વાદ અનુસારમીઠુ
  18. 1 ચમચીતેલ
  19. 2 નંગએલચા
  20. 1-2 નંગતજ પાન
  21. 1 ટુકડોતજ
  22. 1 ચમચીલાલ મરચું
  23. 1 ચમચીધાણા જીરું પાઉડર
  24. 2 ચમચીમલાઈ
  25. જરુર મુજબ કસૂરી મેથી
  26. સ્વાદ અનુસારમીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકા માં પનીર ના ટુકડા લો. તેના લાલ મરચું, મીઠુ અને લીબું નો રસ ઉમેરી ને મિક્સ કરો ત્યાર બાદ તેને 30 મિનિટ માટે મેરિનેટ કરો. ત્યાર બાદ એક નોન સ્ટીક પેન પર તેલ લો. તે ગરમ થાય એટલે તેના પર કેપ્સિકમ અને ડુંગળી ને બને બાજુ સેકી દો. ત્યાર બાદ પનીર ને સેકી દો.

  2. 2

    એક વાટકા માં તેલ લો. તે ગરમ થાય એટલે તેમાં જીરું નાખો તે ફૂટે એટલે તેમાં લવિંગ, મરી ના દાણા અને ઇલાયચી ઉમેરી ને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં ડુંગળી અને લસણ ઉમેરી ને બરાબર મિક્સ કરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં ટામેટા અને મીઠુ ઉમેરો અને તેને 10-15 મિનિટ ઢાંકી ને ચડવા દો. ત્યાર બાદ તેને મિક્સર માં પીસી દો (પીસતી વખતે તેમાં થી ઇલાયચી કાઢી લેવા) ત્યાર બાદ ગ્રેવી ને ગાળી લેવી (જેથી ટામેટા ના છોતરા કે બીયા હોય તો નીકળી જાય.) ત્યાર બાદ તેમાં 1 ચમચી તેલ ઉમેરી અને તેમાં તજ પાન, તજ નો ટુકડો, એલચા અને ઇલાયચી ઉમેરો (આગળ પીસતી વખતે ઇલાયચી કાઢી હતી તેજ ઉમેરવી)

  4. 4

    તયાર બાદ તેમાં લાલ મરચું ઉમેરો અને તેમાં ગ્રેવી ઉમેરો.

  5. 5

    ત્યાર બાદ તેને બરાબર મિક્સ કરો. અને તેમાં પાણી ઉમેરો. ત્યાર બાદ તેમાં ગરમ મસાલો અને મલાઈ ઉમેરો અને તેને ઢાંકી ને 10 મિનિટ તેલ છૂટું પડે ત્યાર સુધી ચડવા દો.

  6. 6

    ત્યાર બાદ તેમાં કસૂરી મેથી ઉમેરો અને બરાબર મિક્સ કરો. તયાર બાદ તેમાં પનીર, કેપ્સિકમ અને ડુંગળી ના ટુકડા ઉમેરો. અને 2-3 મિનિટ ચડવા દો.

  7. 7

    તો તૈયાર છે વેજ કઢાઈ પનીર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen
પર
😍cooking girl👩‍🍳
વધુ વાંચો

Similar Recipes