મીની પીઝા(mini pizza in Gujarati)

Sneha Shah
Sneha Shah @sneha_333

#goldenapron3 મીની પીઝા નામ સાંભળતાજ નાના બાળકોના મોઠામાં પાણી આવી જાય.આ મીની પીઝા તમે બર્થડે પાર્ટી માં સ્ટાર્ટર કે સાઈડર તરીકે તરીકે રાખી શકો છો.ઝટપટ બની જતા પીઝા ખાવામાં પણ ખુબજ મઝા આવશે.

વીક14

મીની પીઝા(mini pizza in Gujarati)

#goldenapron3 મીની પીઝા નામ સાંભળતાજ નાના બાળકોના મોઠામાં પાણી આવી જાય.આ મીની પીઝા તમે બર્થડે પાર્ટી માં સ્ટાર્ટર કે સાઈડર તરીકે તરીકે રાખી શકો છો.ઝટપટ બની જતા પીઝા ખાવામાં પણ ખુબજ મઝા આવશે.

વીક14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1 ચમચીતેલ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/2 કપચિલી ફ્લેક્સ, ઓરેગાનો
  5. 2 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  6. 2 ચમચીઝીંનું સમારેલું કેપ્સિકમ
  7. 2 ચમચીબાફેલી મકાઈ
  8. 2 ચમચીઝીણા સમારેલા ટામેટાં
  9. 1/2 કપપીઝા સોસ
  10. 1 કપછીણેલું ચીઝ
  11. 3/4 કપદૂધ
  12. 1 ચમચીડ્રાય યીસ્ટ
  13. 1 ચમચીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાવલમાં દૂધ લઈશું તેમાં ખાંડ અને યીસ્ટ ઉમેરી બરાબર હલાવી લઈશું.ને 10 મિનિટ માટે તેને ફેરમેન્ટ એટલેકે આથો લાવવા મૂકી દઈશું.

  2. 2

    હવે બીજા બાવલમાં મેંદો લઈશું તેમાં તરલ ને મીઠું ઉમેરીશું ને જે યીસ્ટ વાળું દૂધ બનાવ્યું છે તેના વડે નરમ લોટ બાંધી લઈશું ને 30 મિનિટ ફેરમેન્ટ થવા ઢાંકીને મૂકી દઈશું.

  3. 3

    હવે 30 મિનિટ પછી તમે જોશો કે લોટ સાઈઝ માં ડબલ થઈ ગયો હશે.હવે તેમ થઈ એક સરખા લુવા બનાવી લો.ને તેમથી મોટી રોટલી વણી લો.ને તેમથી નેની વાટકી વડે નાના નાના રાઉન્ડમાં માં કટ કરી લો.ને ફોક વડે તેમાં કાના પડી ને તવી પર બેવ બાજુ શેકી લો.

  4. 4

    હવે આ શેકેલા નાના રોટલા પર પીઝા સોસ લગાવો.ત્યાર બાદ બધા ટોપિંગ કરી ને ચીઝ ભભરાવી લો.ને ઓવેન માં 2 મિનિટ બેક કરો કે નોન સ્ટીક પેન માં 2 મિનિટ થવા દો.પછી ઉપરથી ચિલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખી કેચપ જોડે એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Shah
Sneha Shah @sneha_333
પર
instagram :- therecipetailor_sneha
વધુ વાંચો

Similar Recipes