દાળવડા(dalvda in Gujarati)

Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani

#Goldenapron3 week 21 spicy

દાળવડા(dalvda in Gujarati)

#Goldenapron3 week 21 spicy

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકીમગની ફોતરા વાળી દાળ
  2. ૧ વાટકીચણા દાળ
  3. ૧ વાટકીમોગર દાળ પીળી
  4. ૨ ટુકડાઆદુ,
  5. તીખા મરચા,
  6. મોટી ડુંગળી
  7. કળી લસણ
  8. ૨ ચમચીમરીનો ભુકો
  9. ૨ ચમચીમરચું પાઉડર
  10. સ્વાદ મુજબ મીઠુ
  11. ચપટીખાવાનો સોડા
  12. ૨ ચમચીલીંબુનો રસ
  13. તળવા માટે તેલ
  14. હુંફાળું પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી જ દાળ ને ૪ થી ૫ કલાક માટે અલગ અલગ વાસણ માં પલાળો. ૫ કલાક પછી જ્યારે બધી જ દાળ પલળી જાય એટલે પાણી નિતારી એક તપેલી લઈ લો..આદુ,મરચા લસણ ડુંગળી ને ક્રશ કરી તૈયાર રાખો. બધી જ દાળને મિક્સર મા નાખી કરકરુ મિશ્રણ તૈયાર કરો. જો પાણી નાખવાની જરૂર પડે તો હુંફાળું નાખવું.

  2. 2

    તૈયાર કરેલા મિશ્રણ માં મીઠું મરીનો ભુકો અને મરચું પાઉડર ઉમેરો..અને ક્રશ કરેલા આદુ મરચા ડુંગળી અને લસણ પણ નાખી બધું મિક્સ કરો..હવે ખાવાનો સોડા અને તેના પર લીંબુનો રસ ઉમેરો બરાબર મિક્સ કરો.

  3. 3

    ગેસ પર તેલ ગરમ કરવા મૂકો બરાબર ગરમ થાય પછી જ વડા તળવા..થોડીવાર ધીમા તાપે તળવા.સરસ બ્રાઉન રંગના થાય એટલે ડિશ માં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani
પર

ટિપ્પણીઓ

Similar Recipes