રાજસ્થાની દાળ બાટી

Mishva Patel
Mishva Patel @cook_24573719

રાજસ્થાની દાળ બાટી

Edit recipe
See report
Share
Share

Ingredients

  1. એક વાડકી મગ ની દાળ, અડધી વાડકી તુવેર, અડદ ને ચણા ની દાળ
  2. ડુંગરી, ટામેટા, આદુ, લસણ, લીલા મરચા, મીઠો લીમડી
  3. રાય, જીરું, હિંગ, તેલ, ગરમમસાલો, હળદર, મરચું, ધાણા જીરૂ
  4. ઘઉં નો લોટ, ઘી, જીરું, મીઠુ

Cooking Instructions

  1. 1

    સૌ પ્રથમ બધી દાળ મિક્સ કરી ધોઈ ને કુકર માં ચાર -પાંચ સીટી થવાદો.

  2. 2

    પછી તેલ મૂકી સૌ પ્રથમ રાય, જીરૂ ને હિંગ નાખો, પછી તેમાં ડુંગરી નાખો પછી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી તેમાં હળદર, લાલ મરચું ધાણા જીરૂ નાખી મિક્સ કારો, થોડી વાર બાદ ટામેટા નાખો પછી ગરમ મસાલો ઉમેરો, બધું શેકાયા બાદ તેમાં દાળ નાખો પછી જરૂરિયાત મુજબ પાણી ઉમેરો ને ઉપર થી કાસમીરી મરચું નાખો, ત્યાર બાદ 10-15 મિનિટ સુધી દાળ ને ઉકળવા દો પછી ઉપર લીલા ધાણા નાખો, એટલે દાળ તૈયાર થઇ જશે.

  3. 3

    બાટી બનાવા માટે ઘઉં નો જાડો લોટ લો પછી તેમાં મીઠુ, જીરું, ચપટી હળદ નાખી ત્યાર બાદ સામાન્ય કરતાં વધારે ઘી નાખી બધું મિક્સ કરો ને તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરી ભાખરી જેવો લોટ બાંધો ને ત્યાર બાદ 10-15 મિનિટ લોટ ને ઢાંકી ને મૂકી રાખો.

  4. 4

    લોટ ને મિક્સ કરીને એક સરખા ગોળ લુવા બનાવો, ત્યાર બાદ તેને બાટી ના કુકર માં મૂકી દો ને ધીમા ગેસ પર 5-5 મિનિટ બાદ બાટી ને બધી બાજુ ફેરવતા રહો, 20-25 મિનિટ માં બાટી તૈયાર થઇ જશે.

  5. 5

    ત્યાર બાદ કુકર માંથી બાટી કાઢી ને રૂમાલ થી થોડી થોડી દબાવી ને ઘી માં બોળો પછી થોડી વાર રહી ને બહાર કાઢો, એટલે બાટી તૈયાર.

  6. 6

    પછી દાળ ને બાટી ને પાપડ ને સલાડ સાથે પીરસો. 🤤🤤

Edit recipe
See report
Share
Cook Today
Mishva Patel
Mishva Patel @cook_24573719
on

Similar Recipes