વેજિટેબલ મંચુરિયન(vegetable manchurain in Gujarati)

Jaina Shah
Jaina Shah @cook_24683884
Vadodara

#માયઇઇબુક
# post 5
મંચુરિયન નાના છોકરા થી માંડી ને મોટા ને પણ ભાવે છે તો બાર જેવા સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ કાંતો લારી જેવા પોચા મંચુરિયન ઘરે બનાવાની પરફેક્ટ રેસીપી હું આજે તમારી સાથે શેર કરવા માંગુ છું, તો એના માટે આપડે આટલી વસ્તુ જોઈશે.

વેજિટેબલ મંચુરિયન(vegetable manchurain in Gujarati)

#માયઇઇબુક
# post 5
મંચુરિયન નાના છોકરા થી માંડી ને મોટા ને પણ ભાવે છે તો બાર જેવા સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ કાંતો લારી જેવા પોચા મંચુરિયન ઘરે બનાવાની પરફેક્ટ રેસીપી હું આજે તમારી સાથે શેર કરવા માંગુ છું, તો એના માટે આપડે આટલી વસ્તુ જોઈશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપકોબીજ સમારેલી
  2. 1 કપગાજર સમારેલ
  3. 1ડુંગળી સમારેલી
  4. 1કેપ્સિકમ સમારેલું
  5. 1 ટેબલ સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  6. 1 ટેબલ સ્પૂનલસણ ની પેસ્ટ
  7. 1 ટેબલ સ્પૂનમરી પાઉડર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1 ટેબલ સ્પૂનસોયા સોસ
  10. 1 ટેબલ સ્પૂનટામોટો સોસ
  11. 2 ટેબલ સ્પૂનમેદો
  12. 1/4 કપકોર્નફ્લોર
  13. ગ્રેવી બનાવા માટે :
  14. 1/2 કપસમારેલા શાકભાજી
  15. 1 ટેબલ સ્પૂનલસણ પેસ્ટ
  16. 1 ટેબલ સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  17. 2 ટેબલ સ્પૂનસોયા સોસ
  18. 2 ટેબલ સ્પૂનટોમેટો સોસ
  19. 1 ટેબલ સ્પૂનગ્રીન ચીલી સોસ
  20. 2 ટેબલ સ્પૂનકોર્નફ્લોર

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    ગ્રેવીવાળા બાર જેવા મંચુરિયન બનાવા માટે સૌથી પહેલા બધા શાકભાજી કટર મા કટ કરી બોલ મા કોબીજ નાખી એક પછી એક શાકભાજી એડ કરીશુ, થોડા શાકભાજી ગ્રેવી માટે રાખીશુ.

  2. 2

    ત્યારપછી એમાં 1 ટેબલ ચમચી આદુ અને મરચા ની પેસ્ટ એડ કરીશુ, પછી એમાં 1 ટેબલ ચમચી લસણ ની પેસ્ટ એડ કરીશુ,1 ટી ચમચી મરી પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, 1 ટેબલ ચમચી સોયા સોસ, 1 ટેબલ ચમચી ટોમેટો સોસ, 2 ટેબલ ચમચી મેદો, 1/4 કપ કોર્ન ફ્લોર લઇ બધું મિક્સ કરી એમાં પાણી નાખ્યા વગાર એના નાના બોલ વાડી લઈશુ.

  3. 3

    ત્યારપછી એને એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકી એને તળી લઈશુ, પછી બધા તળી લેવાય પછી એને થોડા ઠંડા થવા દઈશુ, ત્યા સુધીમાં ગ્રેવી તયાર કરી લઈશુ.

  4. 4

    ગ્રેવી બનાવા માટે એક કડાય લઈશુ તેમાં થોડું તેલ નાંખીશુ, પછી 1/2 કપ કટ કરેલ શાકભાજી સેકાવા દઈશુ, ત્યારપછી એમાં 1 ટેબલ ચમચી લસણ ની પેસ્ટ એડ કરીશુ, પછી એમાં 1 ટેબલ ચમચી આદુ મરચા ની પેસ્ટ એડ કરીશુ.

  5. 5

    ત્યારપછી એમાં 2 ટેબલ ચમચી ટોમોટો સોસ, 2 ટેબલ ચમચી સોયા સોસ, 1 ટેબલ ચમચી ગ્રીન ચીલી સોસ નાખી પછી એમાં ગ્રેવી બનાવા માટે 2 ટેબલ ચમચી કોર્ન ફ્લોર એક વાટકી મા લઇ થોડું પાણી એડ કરીશુ, પછી એને કડાઈ મા એડ કરીશુ, પછી એમાં બોલ બનાવેલા એડ કરીશુ અને 5 મિનિટ સુધી સીઝવા દઈશુ આપડા મંચુરિયન અવે તયાર છે.

  6. 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jaina Shah
Jaina Shah @cook_24683884
પર
Vadodara

ટિપ્પણીઓ (2)

Similar Recipes