ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#SF
ઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન.

ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)

#SF
ઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩-૪ વ્યક્તિ
  1. મંચુરિયન ગ્રેવી બનાવવા માટે➡️
  2. ૨૫૦ ગ્રામ કોબીજ
  3. ૨ નંગગાજર
  4. ૧ નંગકેપ્સિકમ
  5. ૧ નંગડુંગળી
  6. કળી લસણ
  7. નાનો કટકો આદું
  8. ૩ નંગલીલા મરચાં
  9. ૨ ચમચીસોયા સોસ
  10. ૨ ચમચીચીલી સોસ
  11. ૨ ચમચીમેંદો
  12. ૪ ચમચીકોર્નફ્લોર
  13. મીઠું સ્વાદ મુજબ
  14. ૧ ચમચીમરી પાઉડર
  15. તેલ તળવા માટે
  16. ગ્રેવી માટે➡️
  17. ૨ ટેબલસ્પૂનબારીક સમારેલી કોબીજ
  18. ૨ ચમચીબારીક સમારેલા ગાજર
  19. ૨ ચમચીબારીક સમારેલા કેપ્સીકમ
  20. ૨ ચમચીબારીક સમારેલી ડુંગળી
  21. ૧ ચમચીબારીક સમારેલું લસણ
  22. ૧ ચમચીબારીક સમારેલું આદુ
  23. ૨ ચમચીકોર્નફ્લોર
  24. ૧ ચમચીસોયા સોસ
  25. ૧ ચમચીચીલી સોસ
  26. ૧ ચમચીવિનેગર
  27. મીઠું સ્વાદ અનુસાર
  28. ચપટીમરી પાઉડર
  29. ૧ ચમચીતેલ
  30. પાણી જરૂર મુજબ
  31. ફ્રાઈડ રાઈસ માટે➡️
  32. ૨ કપચોખા
  33. ૧૦૦ ગ્રામ કોબીજ
  34. ૧ નંગગાજર
  35. ૧ નંગકેપ્સીકમ
  36. કળી લસણ
  37. કટકો આદુ
  38. ૨ નંગલીલાં મરચાં
  39. ૧ ચમચીસોયા સોસ
  40. ૧ ચમચીચીલી સોસ
  41. ૧ ચમચીવિનેગર
  42. મીઠું સ્વાદ અનુસાર
  43. ૧ ચમચીમરી પાઉડર
  44. ૧ ચમચીતેલ
  45. સમારેલી કોથમીર અથવા સમારેલી લીલી ડુંગળી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ મંચુરિયન માટે બધા શાકભાજી સમારી તેને ચોપરમાં બારીક ચોપ કરી તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી ૧૦ મિનિટ માટે રાખો ત્યારબાદ તેમાંથી બધું પાણી નિતારી તેમાં સોયા સોસ, ચીલી સોસ, મીઠું, મરી પાઉડર, મેંદો તથા કોર્નફ્લોર ઉમેરી બરાબર મિક્સ કરી નાના ગોળા વાળી તેને ગરમ તેલમાં તળી લો.

  2. 2
  3. 3

    હવે ગ્રેવી માટે તેલ મૂકી તેમાં સમારેલ લસણ, આદુ ઉમેરી સાંતળો ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરી સાંતળો હવે બાકીના શાકભાજી ઉમેરી સાંતળો પછી તેમાં બાકીના સોસ, વિનેગર, મીઠું અને મરી પાઉડર ઉમેરી ઉકાળો પછી તેમાં તૈયાર કરેલ મંચુરિયન ઉમેરી ૨ મિનિટ માટે ઉકાળી લો.

  4. 4
  5. 5

    હવે ફ્રાઈડ રાઈસ માટે ચોખાને ૧૦ મિનિટ માટે પલાળી તેને પાણીમાં છુટા બાફી બાકીનું પાણી નિતારી લો. હવે શાકભાજીને બારીક સમારી લો. હવે તેલ મૂકી તેમાં આદુ -લસણ-મરચા સાંતળો પછી તેમાં બાકીના શાકભાજી ઉમેરી તેમાં બાફેલા ભાત ઉમેરી બાકીના સોસ અને મસાલા ઉમેરી મિક્સ કરી તૈયાર કરી લો.

  6. 6
  7. 7

    હવે એક પ્લેટમાં ફ્રાઈડ રાઈસ મૂકી તેના પર ગ્રેવી મંચુરિયન મૂકી તેને બાફેલા શીંગદાણા સાથે સર્વ કરો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

ટિપ્પણીઓ

Similar Recipes