વેજીટેબલ ઉતપમ(vegetable upma in Gujarati)

parul
parul @parul1972
Rajkot

વેજીટેબલ ઉતપમ(vegetable upma in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૪૦૦ ગ્રામ ઉખડા ચોખા
  2. ૧૦૦ ગ્રામ અડદની દાળ
  3. ૧૦-૧૨ મેથી ના દાણા
  4. ૧ વાડકીદહીં
  5. સ્વાદ અનુસારમીઠું
  6. મોટા કેપ્સીકમ
  7. મોટા ટામેટા
  8. મોટા કાંદા
  9. ૨ ચમચીલસણ અને મરચા ની પેસ્ટ
  10. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧ ચમચીપંજાબી શાક નો મસાલો
  13. ૧/૨ ચમચીકિચન કિંગ મસાલો
  14. ૨ ચમચીવઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    પહેલા તો ઉખડા ચોખા અને અડદની દાળ ને ધોઈ લો.તેમા મેથી ના દાણા નાખી ૧૦-૧૨ કલાક પલાળી રાખો.પછી મીક્ષરમાં દહીં નાખીને વાટી લો.ઈડલી ના ખીરા જેવું ખીરું તૈયાર કરો.જરુર હોય તો પાણી નાખી વાટો.સ્વાદ અનુસાર મીઠું નાખી ઢાંકી ૪-૫ કલાક રહેવા દો.

  2. 2

    હવે ઉપર ના શાક ને ધોઈ ઝીણા સમારી લો.એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે કાંદા સાંતળી તેમાં લસણ અને મરચા ની પેસ્ટ ઉમેરો.તેને સાંતળી લો અને તેમાં ટામેટા અને કેપ્સીકમ નાખી સરખી રીતે મિક્સ કરો.આ બધું સહેજ ચઢવા આવે એટલે તેમાં મીઠું, લાલ મરચું, હળદર, પંજાબી શાક નો મસાલો, કિચન કિંગ મસાલો નાખી સરખી રીતે મિક્સ કરો.બાજુ ઉપર રાખી દો.

  3. 3

    નોન સ્ટીક તવા પર તેલ ચોપડો તેના ઉપર ખીરું પાથરી દો અને તેના ઉપર તૈયાર કરેલો મસાલો પાથરવો અને ધીમા તાપે બંને બાજુ શેકી ગરમ ગરમ કોપરાની ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
parul
parul @parul1972
પર
Rajkot
i love cookingi participate in flawors of Gujarat n Rasoi shawi take part in every cooking competitioni am happy to joint cookpad n update my every recepies
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes