મટર છોલે ટીક્કી :(matar chole tikki in Gujarati)

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040

#વીક મિલ ૩

મટર છોલે ટીક્કી :(matar chole tikki in Gujarati)

#વીક મિલ ૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. 2 કપપલાળેલા છોલે ચણા (1 કપ સૂકા છોલે ચણા)
  2. 1 કપકપ ફ્રેશ લીલા વટાણા
  3. 1ટી સ્પુન ખાંડ
  4. 2ટેબલ સ્પુન આદુ, મરચા અને લસણની પેસ્ટ
  5. 1ટી સ્પુન આખું જીરુ
  6. 5ટેબલ સ્પુન મેંદાનો શેકેલો લોટ
  7. 1ટેબલ સ્પુન સોલ્ટ અથવા તમારા ટેસ્ટ મુજબ
  8. 1/2ટી સ્પુન ગરમ મસાલો
  9. 3ટેબલ સ્પુન મેંદાનો લોટ
  10. 1/2ટી સ્પુન મીઠું, જરુર મુજબ પાણી
  11. 3/4 કપડ્રાય બ્રેડ ક્રમ્સ
  12. શેલો ફ્રાય કરવા માટે જરુર મુજબ ઓઇલ
  13. ગાર્નિશિંગ માટે
  14. થોડાબોઇલ્ડ લીલા મટર, છોલે, ઓનિયન રીંગ્સ અને ટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ છોલે ચણાને ધોઇને હુંફાળા ગરમ પાણીમાં 7-8 કલાક માટે પલાળો. ત્યારબાદ તેને 4 વ્હીસલ કરી પ્રેશર કૂક કરો.
    તે દરમિયાનમાં ફ્રેશ લીલા વટાણા લઈ તેને ધોઇ લ્યો. પેનમાં પાણી ગરમ થાય એટલે તેમાં ઉમેરી તેમાં ખાંડ ઉમેરી બોઇલ કરી લ્યો

  2. 2

    તેને મોટી ગળણીમાં કાઢી તેમાંથી પાણી નિતારી લ્યો.
    કૂકર ઠરે એટલે મોટી ગળણીમાં બાફેલા છોલે કાઢી પાણી નિતારી લ્યો.
    હવે મોટો ગ્રાઇંડર જાર લઈ તેમાં બાફેલા પાણી નિતારેલા છોલે, લીલા વટાણા અને ઓનિયન ઉમેરો.
    ત્યારબાદ તેમાં 1 ટી સ્પુન આખુ જીરુ અને તમારા સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

  3. 3

    બધુ અધકચરું ગ્રાઇંડ કરી લ્યો.
    હવે તેને એક મિક્સિંગ બાઉલમાં ટ્રાંસફર કરો.
    ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન આદુ, મરચા, લસણની મિક્ષ પેસ્ટ ઉમેરો.
    સાથે તેમાં ½ ટી સ્પુન ગરમ મસાલો, 5 ટેબલ સ્પુન મેંદાનો શેકેલો લોટ અને ¾ ટેબલ સ્પુન લેમન જ્યુસ ઉમેરો. બધુ એક્દમ ભળી જાય એ રીતે મિક્ષ કરી લ્યો. મિશ્રણ જરા પ્રેસ કરી 5 મિનિટ રહેવા દ્યો.
    હવે હથેળીઓને ઓઇલથી ગ્રીસ કરીને તેમાં મિશ્રણમાંથી મોટા લુવા જેટલું મિશ્રણ લઈને જરા પ્રેસ કરી ગોળ ફેરવતા જઇને ક્રેક વગરની ટીક્કી બનવો. આમ એકસરખા માપની 15 ટીકીઓ બનાવો.

  4. 4

    હવે એક નાના બાઉલમાં 3 ટેબલ સ્પુન મેંદાનો લોટમાં મીઠું અને પાણી ઉમેરી થોડી ઘટ્ટ સ્લરી બનાવો અને એક પ્લેટમાં ¾ કપ ડ્રાય બ્રેડ ક્રમ્સ લ્યો.
    ત્યારબાદ એક મટર છોલે ટીક્કી લઈ તેને બનાવેલી મેંદાની સ્લરીમાં મૂકો. બન્ને બાજુ ફેરવીને બરાબર સ્લરી લાગી જાય એટલે કાંટા ચમચી વડે વધારાની સ્લરી નિતારીને બ્રેડ ક્રમ્સની પ્લેટમાં મૂકો.
    બધી બાજુ ફેરવીને બરાબર ઓલ ઓવર બ્રેડ ક્રમ્સ લગાવી લ્યો. ફરતે આંગળીઓથી જરા પ્રેસ કરી લ્યો, જેથી બ્રેડ ક્રમ્સ તેના પર બરાબર સ્ટીક થઈ જાય. શેલો ફ્રાય કરતી વખતે છૂટા પડી ના જાય.

  5. 5

    હવે નોન સ્ટીક તવાને મિડિયમ ફ્લૈમ પર ગરમ કરી તેમાં થોડું ઓઇલ મૂકો. હવે તેના પર મટર છોલે ટીક્કી મૂકો. તેના પર પણ ઓઇલ મૂકી શેલો ફ્રાય કરો.
    હવે એક્બાજુ સરસ ગોલ્ડન કલરની શેલો ફ્રાય થઈ જાય એટલે મટર છોલે ટેક્કીને ફ્લિપ કરી બાકીની બાજુ પણ શેલો ફ્રાય કરો. જરુર પડે તો થોડું ઓઇલ ઉમેરો. એ બાજુ પણ શેલો ફ્રાય થઈ જાય એટલે એક પ્લેટમાં ટ્રાંસ્ફર કરો.

  6. 6

    આ પ્રમાણે બધી ટીકીઓ શેલો ફ્રાય કરી લ્યો.
    લેસ ઓઇલમાં શેલો ફ્રાય કરેલી હેલ્ધી અને ટેસ્ટી મટર છોલે ટીકી સર્વ કરવા માટે રેડી છે. હવે તેને બોઇલ્ડ મટર, છોલે, ઓનિયન રીંગ્સ અને ટોમેટો કેચપથી ગાર્નીશ કરી ટોમેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040
પર

ટિપ્પણીઓ

Similar Recipes