પંજાબી છોલે(Punjabi Chole Recipe in Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

પંજાબી છોલે(Punjabi Chole Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦:૦૦
5 લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ છોલે ચણા
  2. ૪ નંગટામેટા
  3. ૨ નંગડુંગળી
  4. લીલા મરચાં અને લસણ ની પેસ્ટ
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. પંજાબી છોલે મસાલો
  7. ૨ ચમચીમરચું
  8. ૧ ચમચીધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌપ્રથમ ગરમ પાણીમાં ચણા આખી રાત પલાળો. ત્યારબાદ કુકરમા ૫_૬ સીટી વગાડી લો. તેને બાફી લેવા.

  2. 2

    ત્યારબાદ મિક્સરમાં ટામેટાં ડુંગળી ક્રશ કરો.

  3. 3

    એક કડાઈમાં તેલ મૂકી જીરુ નો વઘાર કરી તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને મરચા સાંતળવા. ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ નાખો.

  4. 4

    ત્યારબાદ તેમાં ટામેટા ડુંગળી ની પેસ્ટ નાખો. ત્યારબાદ તેને ઉકળવા દો. પછી તેમાં મીઠું, મરચું, ધાણાજીરૂ નાખી ઉકળવા દો.

  5. 5

    ત્યારબાદ તેમાં પંજાબી છોલે ગરમ મસાલો નાખો. તેને એકદમ હલાવો.

  6. 6

    ત્યારબાદ તેમાં બાફેલા ચણા ઉમેરી હલાવતા જાવ.

  7. 7

    ત્યારબાદ એક નાની કડાઈ માં તેલ ગરમ કરી તેમાં લસણ ની પેસ્ટ નાખો. અને થોડું પાણી નાખી ઉકાળવું. આ વઘાર ચણામાં ઉપરથી રેડો.

  8. 8

    આ રીતે ડબલ વઘાર કરવાથી તેમાં સ્વાદ અને કલર બને આવશે.

  9. 9

    તો રેડી છે બધાની મનપસંદ શિયાળામાં બધાને ભાવે તેવું પંજાબી છોલે. જે ગરમ ગરમ પૂરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes