રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3વ્યકિત
  1. પનીર નાકોફતા માટે
  2. 1કપ મેશ કરેલા બાફેલા બટાકા
  3. 1કપ છીણેલુ પનીર
  4. ૨ ચમચી ઝીણુનો મીક્ષ ડ્રાયફ્રુટ
  5. 1ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1ચમચી લસણની પેસ્ટ
  7. 1ચમચી આમચૂર પાઉડર
  8. 1કપ કોર્ન ફ્લોર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. તરવા માટેનું તેલ
  11. કરી માટે
  12. ૩ નંગ ટામેટા
  13. ૨ નંગ ડુંગળી
  14. 4કળી લસણ
  15. 1નાનો ટુકડો આદુ
  16. 1લીલુ મરચું
  17. 5-6નંગ કાજુ
  18. 2ચમચી મગતરી
  19. 1નંગ એલચો
  20. 2નંગ ઇલાયચી
  21. 1તમાલપત્ર
  22. 1ચમચી જીરૂ
  23. 2ચમચા બટર
  24. 4ચમચી કિચન કિંગ મસાલો
  25. 2ચમચી ગ્રેવી મસાલો
  26. 1/2ચમચી હળદર
  27. 2ચમચી કાશ્મીરી મરચું
  28. 1ચમચી કસૂરી મેથી
  29. ૨ ચમચી ખાંડ
  30. 1કપ રસ ફેશ મલાઈ
  31. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કોફતા બનાવવા માટે સૌપ્રથમ આપને બટાકા અને પનીરને લઈશું. તેમાં મીઠું, આદુ મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ,એક ચમચો કૉનફલોર તથા બાકીનો બધો મસાલો ઉમેરી. પછી તેના લંબચોરસ શૅપ આપીને કોન ફ્લોર માં રગદોળી ને તેલમાં તરશુ. રેડી છે પનીર ના કોફતા.

  2. 2

    કરી બનાવવા માટે આપને સૌપ્રથમ એક કડાઈમાં બટર ગરમ થાય એટલે તેમાં જીરૂં,તમાલપત્ર,એલચા તથા ઇલાયચી ઉમેરશુ. પછી તેમાં ડુંગળી,લસણ,આદુ મરચાં તથા ટામેટાં લઈ તેને સાંતળી શું. પછી તેમાં કાજુ, મગજતરી,કાશ્મીરી મરચું,હળદર તથા ગ્રેવી મસાલો ઉમેરી ગેસ પર પાંચ મિનિટ રહેવા દો.ગ્રેવી ઠંડી પડે એટલે તેને મિક્સરમાં ક્રશ કરી ગાળી લઈશું. કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં ગ્રેવી ઉમેરી પછી તેમાં મીઠું,કસૂરી મેથી, ખાંડતથા કિચન કિંગ મસાલો ઉમેરી દસ મિનિટ ગેસ પર થવા દો. કરી ખદખદે એટલે તેના અડધો કપ મલાઈ ઉમેરો.

  3. 3

    કોફ્તાને કરીમા ઉમેરી તેની ઉપર મલાઈ તથા લીલા ધાણા ઉમેરી સવૅ કરીશું તૈયાર છે પનીર કોફતા કરી. જેને તમે તંદુરી રોટી તથા નાન સાથે સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Shah
Kinjal Shah @cook_17759229
પર

Similar Recipes