બટેટાની સુકી ભાજી (bateta ni sukibhaji recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 3 નંગબાફેલાં બટેટા
  2. 2 નંગસમારેલા લીલા મરચા
  3. તેલ 1.5 ટે.ચમચી
  4. 1 ટી.સ્પૂનરાઈ
  5. 1 ટી.સ્પૂનજીરું
  6. 1/2 ટી.સ્પૂનહિંગ
  7. 3-4લીમડા ના પાન
  8. 1/2 ટી.સ્પૂનહળદર
  9. 1 ટી.સ્પૂનમરચું
  10. 2 ટી.સ્પૂનધાણાજીરું
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1 ટી.સ્પૂનખાંડ
  13. 2 ટી.સ્પૂનશેકેલા શિંગદાણા નો પાઉડર
  14. 1/2 ટી.સ્પૂનલીંબુ નો રસ
  15. કોથમીર ગાનિઁશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા ને સારી રીતે ધોઈ ને બાફી લેવા. બાફેલા બટેટા ઠંડા થાય પછી જ તેની છાલ કાઢીને મોટા ટુકડા માં કટ કરી લેવા. લીલા મરચાં પણ સમારી લેવા.

  2. 2

    હવે એક પેન લેવુ.. તેમા તેલ ગરમ કરવા મુકવુ. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરુ, હિંગ, લિમડા ના પાન નો વઘાર કરવું. સમારેલા મરચાં એડ કરી સ્હેજ સાંતળવુ.

  3. 3

    આમાં બાફેલા બટેટા એડ કરવા. તેના ઉપર જ બધાં મસાલા કરવા. મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ખાંડ, શેકેલા શિંગદાણા નો પાઉડર એડ કરી બરાબર મિક્સ કરવું.

  4. 4

    હવે તેમાં લીંબુ નો રસ એડ કરી, હલાવી ગેસ બંધ કરી દેવું. ઉપર થી કોથમીર નાખવી.(લીંબુ નો રસ એડ કર્યા બાદ વધુ સમય સુધી ગરમ ન કરવું. લીંબુ માં કડવાશ આવી જાય છે.) તૈયાર છે બટેટા ની સુકીભાજી.. પૂરી અથવા ગરમા ગરમ રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes