કાશ્મીરી દમ આલૂ

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

કાશ્મીરી દમ આલૂ એક ખૂબ જ પ્રખ્યાત કાશ્મીરી રેસીપી છે. તે નાનાં બેબી બટાકાની મદદથી બનાવવામાં આવે છે. તેમાં કાંદા નો ઉપયોગ કરવામાં નથી આવતો.

તેને કાશ્મીરી શાહી બટાકાની કરી તરીકે પણ ઓળખવામાં આવે છે.જેમાં દહીં ની ગ્રેવીમાં નાનાં બટાકા અને મરચાનો પાઉડર, જીરું પાઉડર, સૂકા આદુના પાઉડર (સૂંઠ)અને વરિયાળીના પાઉડર, આદુ, લસણ અને ઇલાયચી પાઉડર, જાયફળ જેવા મસાલાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.
ટેસ્ટમાં તે ખુબજ સરસ લાગે છે.

દર વખતે એકની એક જ બટાકાની સબઝી ખાવાઈ ને કંટાળી ગયા હોઈએ તો થોડો ચેન્જ પણ લાગે છે. અમારી ઘરે તો બધાને આ બહુ ભાવે છે. તમે પણ પછી આ વાનગી અજમાવી જુઓ!

#સુપરશેફ1
#માઇઇબુક
#cookpad
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧ કલાક ને ૧૫ મીનીટ
૩-૪
  1. ૧૦-૧૫ નાનાં બેબી બટાકા
  2. તેલ - બટાકાં તળવા માટે
  3. ૨ ચમચીતેલ
  4. ૧ ચમચીઘી
  5. ૧/૨ ચમચીજીરું
  6. ચપટીહીંગ
  7. નાનું તમાલપત્ર
  8. ૫-૬ મરીનાં દાણાં
  9. નાની ઇલાયચી (ફોતરા સાથે)
  10. તજ નો ટુકડો
  11. ૧/૨ ચમચીકુંમઠી મરચું
  12. ૧ ચમચીલસણ ની ચટણી
  13. ૮-૧૦ ચમચી મોળું દહીં
  14. મીઠું
  15. ૧/૨ ચમચીકરતાં ઓછી હળદર
  16. ૨ ચમચીમરચું (તીખું જે રીતે ખાતા હોય તે રીતે મરચું વધારે-એછું લેવું)
  17. ૨ ચમચીવરીયાળી પાઉડર
  18. ચપટીજાયફળ
  19. ૧ ચમચીધાણાંજીરું
  20. ૧ ચમચીગરમ મસાલો
  21. ૧/૨ ચમચીજીરું પાઉડર
  22. ૧ ચમચીસુંઠ પાઉડર
  23. ૨ ચમચીકસુરી મેથી
  24. સમારેલી કોથમીર
  25. ૧ ચમચીબેસન (ઓપ્સનલ છે)

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ને ૧૫ મીનીટ
  1. 1

    નાનાં બટાકા ને બરોબર ધોઈ લો. કુકર મા મુકી ૧ સીટી મારી લો. થોડા ઠંડા પડે એટલે બધાની છાલ કાઢી લો.

  2. 2

    થોડા ઠંડા પડે એટલે તેલ માં સરસ રીતે તળી લો.

  3. 3

    એક મોટા બાઉલ માં દહીં લો. તેમાં, મીઠું, હળદર, મરચું પાઉડર, ધાણાં-જીરું મસાલો, સુંઠ પાઉડર, વરિયાળી પાઉડર, જાયફળ પાઉડર, જીરું પાઉડર ઉમેરો અને સરસ રીતે દહીં માં મીક્ષ કરી લો.

  4. 4

    હવે, નાનાં બટાકાં માં કાંટા ની મદદ થી ઝીણાં કાણાં પાડી લો. અને તેને દહીં નાં મસાલા વાળા મીક્ષ માં ઉમેરી દે.

  5. 5

    સરસ રીતે હલાવી મીક્ષ કરી લો. અને ૧૫ થી ૨૦ મીનીટ માટે મેરીનેટ થવા દો.

  6. 6

    હવે નાના કુકર માં તેલ અને ઘી લો. ગરમ થાય એટલે, જીરું એડ કરો. જીરું તતડે એટલે હીંગ ઉમેરો. તજ નો ટુકડો, તમાલ તમાલપત્ર, મરીનાં દાણાં, ઇલાયચી ઉમેરો.

  7. 7

    હવે, થોડું કુમઠી મરચું, લસણ ની ચટણી ઉમેરો. થોડું પાણી ઉમેરો.

  8. 8

    હવે, દહીં માં મસાલા સાથે મેરીનેટ થતાં બટાંકાને બધા ૨-૩ ચમચી દહીં બાકી રાખી બાકીનું બધું બટાકા સાથે કુકર માં ઉમેરો. હલાવતાં રહો.

  9. 9

    બાકી રાખેલાં દહીં માં ૧ ચમચી બેસન ઉમેરો. આ કરવું ઓપ્સનલ છે. હું હરું છું, જેથી શાક સરસ ઘટ્ટ થાય. હવે તેને કુકર માં એડ કરો. બરોબર હલાવી લો.

  10. 10

    ઉપરથી થોડી કસુરી મેથી ઉમેરો.બધું બરોબર મીક્ષ કરી કુકર નું ઠાંકણ ઠાંકી ૨ સીટી મારો.

  11. 11

    ગરમા ગરમ શાક ટેસ્ટી શાક તૈયાર છે. નાન, પરોઠા, ભાખરી, રાઇસ, કે પછી બીરીયાની જોડે પીરસો.

  12. 12

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes