તરબુચ નું શાક(Tarbuch nu saak in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

તરબુચ નાં સફેદ ભાગ નાં પણ આટલા બધા ઉપયોગ હોય છે, એ તો હમણાં થોડા સમય થી જ જાન્યું. એ પણ પાછું શાક!!! ગઈકાલે ઘર માં એક પણ શાક નોતું, સામે પડેલું તરબુચ જોયું. એટલે અખતરો કરવા નું મન થઈ ગયું. તમે નહિ માનો, પહેલી વાર બનાવ્યું પણ એટલું ટેસ્ટી બન્યું કે લાગે છે હવે શાક બનાવવા તરબુચ લાવવું પડશે. આ રસાવાળું શાક પરોઠા, રોટલી,ભાખરી કે રોટલાં જોડે ખાવાની મઝા આવે છે. તમે બનાવીને જુવો, અને જણાવો કે કેવું લાગે છે?

#માઇઇબુક

#સુપરશેફ1

#cookpad
#cookpadgujarati
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨-૩
  1. ૧ કપતરબુચ નો સફેદ ભાગ (મિડીયમ સાઇઝ ના ચોરસ ટુકડા કરો)
  2. ૨ ચમચીતેલ
  3. ૧/૨ ચમચીજીરું
  4. હિંગ
  5. ૧ ચમચીલાલ મરચું (તીખું ખાતા હોય તો થોડું વધારે લેવું)
  6. ૧ ચમચીધાણા- જીરું
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. ૧ ચમચીકોપરા નું ખમણ
  10. ૧ ચમચીશીંગદાણા નો ભુકો
  11. કોથમીર
  12. ગોળ (ના નાખવો હોય તો પણ ચાલશે)
  13. નાનો ટુકડો કોકમ (ખટાશ માં આમચૂર પાઉડર કે નાનો ટુકડો આંબોળિયું કે પછી લીંબુ નો રસ - જે વાપરવું હોય એ ગમે તે ૧ ઉપયોગ માં લેવું)
  14. મીઠું
  15. નાનું સમારેલું ટામેટું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    તરબુચ ને સમારી ને લાલ ભાગ એનજોય કરો.

  2. 2

    હવે, જે છોતરાં રહ્યા એની લીલી છાલ કાઢી લો; સફેદ ભાગ અલગ કરો. તેવાં નાના નાના ચોરસ ટુકડા કરો.

  3. 3

    કુકર માં ૨ ચમચી તેલ લો, ગરમ તેલ થાય એટલે જીરું નાખીને તતડવા દો. ચપટી હિંગ નાંખો.

  4. 4

    હવે તેમાં ટામેટાં ના ટુકડા નાખો. ૧ મિનીટ થવા દો. પછી તેમાં હળદર, ધાણાં- જીરું અને મરચું ઉમેરી સરસ બધું મિક્ષ કરો.

  5. 5

    હવે તરબુચ નાં તુકડા ઉમેરો, હલાવી લો અને જોઈતું મીઠું નાખો.

  6. 6

    ૨ ચમચી પાણી ઉમેરો. તરબુચ માં પાણીની માત્રા વધારે હોય છે, તેથી વધારે પાણી ઉમેરશો નહીં. કુકર બંધ કરી ૩ સીટી વાગવા દો.

  7. 7

    કુકર થોડું ઠંડું પડે એટલે જોઈ લો કે સરસ ચડી ગયું છે ને. ગોળ ઉમેરી હલાવી લો.

  8. 8

    મગફળીનો પાઉડર નાખો
    નાળિયેર પાઉડર ઉમેરો.

  9. 9

    હવે ખટાશ નાખો, ગરમ મસાલો નાખો અને મીક્ષ કરો.

  10. 10

    ૧-૨ મીનીટ ચડવા દે. ગેસ બંધ કરી કોથમીર નાંખી ગરમા ગરમ પીરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

ટિપ્પણીઓ (4)

Similar Recipes