કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#AM3
આ સબ્જી બનાવવી ખૂબ સરળ છે.. અહીં આપણે ટામેટા કે ડુંગળી ની ગ્રેવી ની જરૂર પણ નથી પડતી. ખૂબ સરસ સ્વાદિષ્ટ અને સુગંધ થી મહેકી ઉઠીએ તેવી સબ્જી કાશ્મીરી દમ આલુ આજે આપણે બનાવશું.

કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)

#AM3
આ સબ્જી બનાવવી ખૂબ સરળ છે.. અહીં આપણે ટામેટા કે ડુંગળી ની ગ્રેવી ની જરૂર પણ નથી પડતી. ખૂબ સરસ સ્વાદિષ્ટ અને સુગંધ થી મહેકી ઉઠીએ તેવી સબ્જી કાશ્મીરી દમ આલુ આજે આપણે બનાવશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામનાના બટાકા
  2. 🎯 *પેસ્ટ બનાવવા*
  3. 2 કપદહીં
  4. 1 tbspબેસન
  5. 3 tbspકાશ્મીરી લાલ મરચું પાઉડર જે તીખું ન હોય બિલકુલ(compulsary)
  6. 2 tbspધાણાજીરું પાઉડર
  7. 1 tspહિંગ
  8. 1 tspઆદુ લસણ ની પેસ્ટ
  9. 1 tspકસૂરી મેથી
  10. 1 tspહળદર
  11. 1 tspસૂંઠ
  12. 1 tspઆમચુર પાઉડર
  13. 1 tspમરી નો ભૂકો
  14. 1 tspજીરા પાઉડર
  15. 1 tspતજ લવિંગ નો પાઉડર
  16. 3 tbspકાજુ બદામ નો ભૂકો
  17. મીઠું સ્વાદનુસાર
  18. 1 tbspક્રીમ અથવા મલાઈ
  19. 🎯વઘાર માટે :
  20. 5 tbspસરસવ નું તેલ / સીંગતેલ
  21. 1દગળફુલ
  22. 1તમાલપત્ર
  23. 1તજ
  24. 2ઇલાયચી
  25. 2બાદિયા
  26. 3લવિંગ
  27. 3મરી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નાના બટાકા ને કૂકર માં બે સીટી માં બાફી લીધા પછી તેની છાલ ઉતારી તેમાં fork વડે કાણા પાડી લેવાના. બીજી બાજુ 5 ટેબલ સ્પૂન તેલ લઇ (કાશ્મીર માં સરસવ નું તેલ વાપરવામાં આવે છે પણ મને એની smell ન ફાવતી હોવાથી સીંગતેલ જ વાપર્યું che)તેમાં સહેજ મીઠું નાખી બટાકા ઉમેરી સાંતળી લેવાના. ત્યારબાદ એક પ્લેટ માં અલગ કાઢી લેવાના.

  2. 2

    હવે પેસ્ટ બનાવશું. તેના માટે દહીં માં ઉપર મુજબ ની બધી જ સામગ્રીઓ નાખી સરસ મિક્સકરી લેવી.

  3. 3

    હવે જે તેલ માં બટાકા સાંતલ્યા હતા એમાં જ વઘાર ની બધી સામગ્રી લઇ તે એકદમ ગરમ થાય પછી દહીં ની બનાવેલી પેસ્ટ ઉમેરવાની. યાદ રાખજો ફ્લેમ ધીમી રાખજો. નહિતર દહીં ફાટી જાય, માટે. થોડી વાર પછી તેમાં બટાકા ઉમેરી ઢાંકણ ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી એકદમ ધીમા તાપે ચડવા દેવાનું.

  4. 4

    છેલ્લે મલાઈ કે ક્રીમ ઉમેરી મિક્સર કરી ઉપર ઠી કોથમીર નાખી પરોઠા જોડે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes